હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તારા પપ્પા પાસેથી ૫૦ લાખ લઈને આવે તો ઘરમાં ઘુસવા દઈશ
લગ્નના છઠ્ઠા દિવસે પતિએ દુલ્હન માટે દરવાજા બંધ કરી દીધા સાસરિયામાં એન્ટ્રી ન મળતા શાલિની અને તેના પરિવારના લોકોએ વર પક્ષના ઘરની બહાર ટેન્ટ લગાવીને ધરણાં કરી રહ્યા છે

મુઝફ્ફરનગર તા.૧: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં નવી મંડી કોતવાલી વિસ્તારની A2Z પોર્શ કોલોનીમાં ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં મુઝફ્ફરનગરના બુઢાનાની રહેવાસી શાલિની શંકરના નવા નવા લગ્નવાળું જીવન દહેજની લાલચમાં આવીને તૂટવાની અણી પર છે. કન્યા પક્ષનો દાવો છે કે સાસરિયાવાળા કોઈ કારણ જ નથી બતાવતા કે આખરે તેઓ આવું શું કામ કરી રહ્યા છે.
આ કિસ્સો નવી મંડી કોતવાલીના A2Z કોલોનીનો છે. જિલ્લાના બુઢાના કોતવાલી નિવાસી શાલિની સંગલના લગ્ન ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ મુઝફ્ફરનગરના એક બિઝનેસ પરિવાર સાથે ધૂમધામથી થયા હતા. લગ્ન બાદ તે થોડા દિવસ સાસરિયામાં રહી, પણ હોળીનો તહેવાર નજીક આવતા પોતાના પિયર બુઢાના આવી ગઈ. હોળી બાદ જ્યારે તે પોતાના સાસરિયે ગઈ તો તેના પતિએ શાલિની સામે ઘરમાં એન્ટ્રી કરવાને લઈને એક શરત રાખી, શરત સાંભળી શાલિનીના સપના ચકનાચૂર થઈ ગયા.
તેના પતિ અને સાસરિયાવાળાએ તેમની પાસેથી ૫૦ લાખ રૂપિયા વધારે દહેજની માગ કરી અને માગ પૂરી ન થાય તો ઘરમાં એન્ટ્રી આપશે નહીં. શાલિનીના જણાવ્યા અનુસાર, તેના પતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ૅલગ્નમાં બહુ ખર્ચો થઈ ગયો છે અને ઘર બનાવવામાં પણ ઘણા પૈસા લાગ્યા છે. તારા પપ્પા પાસેથી ૫૦ લાખ રૂપિયા લઈ આવ, તો જ ઘરમાં રાખીશ. નહીંતર આ સંબંધ અહીં જ ખતમ થઈ જશે.ૅ આ સાંભળી શાલિનીના પગ તળેથી જમીન સરકી ગઈ. જે સંબંધને તેણે -ેમ અને વિશ્વાસથી શરૂ કર્યો હતો, ફક્ત ૬ દિવસમાં જ ચકનાચૂર થયા હતા. સાસરિયા પહોંચતા જ શાલિનીને મોટો ઝટકો લાગ્યો.
સાસરિયાના લોકોએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો અને તેને અંદર ઘૂસવા દીધી નહીં. શાલિની કલાકો સુધી દરવાજા બહાર ઊભી રહી, પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. તેની આંખોમાં અનરાધાર આંસુઓ હતા. પણ સાસરિયાવાળાનું હૃદય પીગળ્યું નહીં. આ દરમ્યાન સ્થાનિક પોલીસને પણ સૂચના આપી. પોલીસની ટીમ આવી પહોંચી. લગભગ બે કલાક સુધી દરવાજો ખોલવાની કોશિશ કરી, પણ સાસરિયાના લોકોએ દરવાજો ખોલ્યો નહીં. શાલિનીની હાલત જોઈ સૌ કોઈની આંખોમાં આંસુ આવ્યા. એક નવી દુલ્હન જે પોતાના નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી હતી, જે ઘરમાં પરણીને આવી હતી, એ જ ઘરના દરવાજા ખાલી ૬ દિવસમાં તેના માટે બંધ થઈ ગયા. તે હવે ઘરની બહાર ઊભી રહીને હકની ભીખ માગી રહી છે.
આપને જણાવી દઈએ કે, શાલિનીના લગ્નમાં તેના પરિવારે પોતાની હેસિયત અનુસાર બધું જ આપ્યું હતું. પણ સાસરિયાવાળાની લાલચ એટલી વધી ગઈ કે શાલિનીને ઘરમાં ઘૂસવા પણ નથી દેતા. આ ઘટના ન ફક્ત શાલિની પણ આખા ઘર માટે એક આઘાત છે. સાસરિયામાં એન્ટ્રી ન મળતા શાલિની અને તેના પરિવારના લોકોએ વર પક્ષના ઘરની બહાર ટેન્ટ લગાવીને ધરણાં કરી રહ્યા છે. જોકે સાસરિયાવાળા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી કે આખરે કેમ આવું કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
