<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ઘોર કળિયુગઃ ૫ બાળકોની મા સગા ભાણેજને ફસાવીને ભગાડી ગઈ, મામા ન ઘરના રહ્યા ન ઘાટના

 

ચિત્રકૂટ તા.૧: કહેવાય છે કે, પ્રેમમાં ઉંમરની કોઈ મર્યાદા હોતી નથી. આવો જ એક કિસ્‍સો યૂપીના ચિત્રકૂટમાંથી સામે આવ્‍યો છે. જ્‍યાં ૫ બાળકોની માને પ્રેમનું એવું ભૂત સવાર થયું કે, પોતાના ભાણેજને લઈને ભાગી ગઈ. જેવી આ ખબર આજુબાજુના ગામ અને જિલ્લામાં ફેલાઈ તો લોકોને નવાઈ લાગી. લોકો મહિલાના સંબંધમાં અલગ અલગ વાતો કરવા લાગ્‍યા.

ચિત્રકૂટના પહાડી વિસ્‍તાર પરસૌંઝા ગામમાં રહેતા એક વ્‍યક્‍તિએ જ્‍યારે પોતાની ૫૧ વર્ષિય પત્‍ની ગુમ થવાની ફરિયાદ નોંધાવા માટે પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યો તો બેઘડી પોલીસ પણ વિચારવા લાગી. પીડિતનું કહેવું છે કે તેની પત્‍ની ઘરમાં રાખેલા ઘરેણાં અને ૫૦ હજાર રૂપિયા રોકડ લઈને ભાણેજ સાથે ભાગી ગઈ છે. સાથે જ આરોપ લગાવ્‍યો છે કે, પત્‍નીએ તેને ઝેર આપીને મારવાની પણ કોશિશ કરી હતી. જેથી ભાણેજ સાથે તે ખુલ્લેઆમ ઘરમાં રહી શકે.

જ્‍યારે તેમનો પ્‍લાન કામમાં ન આવ્‍યો તો મહિલા ઘરેણાં અને રોકડ રૂપિયા લઈને ભાગી ગઈ. પીડિત પતિનું દર્દ છલકાયું, જ્‍યારે તેણે જણાવ્‍યું કે, તેણે મોટી દીકરીના લગ્ન માટે જે ઘરેણાં અને રૂપિયા રાખ્‍યા હતા, આ બધું જ લઈને પત્‍ની ભાગી ગઈ.

પીડિત પતિએ જણાવ્‍યું કે, તેણે બે વાર પહાડી વિસ્‍તારમાં ફરિયાદ નોંધાવી, પણ પોલીસે ફરિયાદ નોંધવાની જગ્‍યાએ ગુસ્‍સો કરીને ભગાડી મૂકયો. પીડિતનું કહેવું છે કે જો તેની પત્‍ની તેની પત્‍ની ફરિયાદ કરવા ગઈ હોત તો અત્‍યાર સુધીમાં તો પોલીસે તેને જેલમાં મોકલી દીધો હોત. આ ઘટના બાદ ગામમાં સનસનાટી ફેલાઈ ગઈ. લોકો અલગ અલગ મત વ્‍યક્‍ત કરી રહ્યા છે. અમુકનું કહેવું છે કે પ્રેમ આંધળો હોય છે. જ્‍યારે અન્‍ય લોકો મહિલાની આ હરકતને શરમજનક ગણાવી રહ્યા છે.

પીડિતનું કહેવું છે કે, તેણે વર્ષોની મહેનતથી દીકરીના લગ્ન માટે ઘરેણાં બનાવ્‍યા હતા. પણ પત્‍નીની આ હરકતથી તેનું બધું જ બરબાદ થઈ ગયું. તે હવે ઠેર ઠેર ઠોકર ખાઈ રહ્યો છે, પણ તેને કયાંયથી મદદ નથી મળી રહી.

(10:55 AM IST)