<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ઔરંગઝેબપુર હવે શિવાજી નગર; ઉત્તરાખંડમાં ૧૭ સ્‍થળોના નામ બદલાયા

હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉદ્ધમ સિંહ નગર જિલ્લામાં સ્‍થિત વિવિધ સ્‍થળોના નામ બદલવામાં આવ્‍યા

દહેરાદૂન તા.૧: ઉત્તરાખંડના મુખ્‍યમંત્રી પુષ્‍કર સિંહ ધામીએ હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉધમ સિંહ નગર જિલ્લામાં સ્‍થિત વિવિધ સ્‍થળોના નામો બદલવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આ નામકરણ લોકોની ભાવના અને ભારતીય સંસ્‍કળતિ અને વારસા અનુસાર કરવામાં આવી રહ્યા છે. આનાથી લોકો ભારતીય સંસ્‍કળતિ અને તેના સંરક્ષણમાં યોગદાન આપનારા મહાપુરુષો પાસેથી પ્રેરણા લઈ શકશે.

ઔરંગઝેબપુર-શિવાજી નગર, ગાઝીવાલી-આર્ય નગર, ચાંદપુર-જ્‍યોતિબા ફૂલે નગર, મોહમ્‍મદપુર જાટ-મોહનપુર જાટ, ખાનપુર કુરસાલી- આંબેડકર નગર, ઇદ્રીશપુર-નંદપુર, ખાનપુર-શ્રી કળષ્‍ણપુર, અકબરપુર ફાજલપુર-વિજય નગર, મિયાંવાલા - રામજીવાલા,પીરવાલા-કેસરી નગર, ચાંદપુર ખુર્દ-પળથ્‍વીરાજ નગર, અબ્‍દુલ્લાહપુર,-દક્ષનગર, નવાબી રોડ- અટલ માર્ગ, પવનચક્કીથી આઈટીઆઈ રોડ-ગુરુ ગોવલકર રોડ, સુલતાનપુર પટ્ટી-કૌશલ્‍યા પુરી.

સીએમ ધામીએ તેમના એકસ હેન્‍ડલ પરથી આ લિસ્‍ટ પોસ્‍ટ કર્યું છે. લિસ્‍ટમાં જોઈ શકાય છે કે કયા સ્‍થળોના નામ બદલવામાં આવ્‍યા છે. મુખ્‍યમંત્રીએ કહ્યું કે હરિદ્વાર જિલ્લાનું ઔરંગઝેબપુર હવે શિવાજી નગર તરીકે ઓળખાશે. લોકોની લાગણીઓ અનુસાર, હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉદ્ધમ સિંહ નગર જિલ્લામાં સ્‍થિત વિવિધ સ્‍થળોના નામ બદલવામાં આવ્‍યા છે. ઉલ્લેખનીય છે કે મુઘલ સમ્રાટ ઔરંગઝેબને લઈને દેશમાં ઘણી ચર્ચા ચાલી રહી છે.

(4:30 PM IST)