હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 1st April 2025
સોનુ ૯૩,૮૦૦ રૂા.ની નવી ટોચે આજે વધુ ૩૦૦ રૂા.નો ઉછાળોઃ ચાંદીના ભાવ સ્થિર

રાજકોટ, તા., ૧: સોનામાં તેજીનો દોર યથાવત રહેતા રોજબરોજ નવી ભાવસપાટી જોવા મળી રહી છે. આજે વધુ ૩૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના ભાવે ૯૩,૮૦૦ રૂા.ની નવી ટોચની સપાટી બનાવી છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં આજે વધુ ૩૦૦ રૂા.નો ભાવ વધારો થયો હતો. સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૯૩,પ૦૦ રૂા. હતા તે વધીને આજે બપોરે ર વાગ્યે ૯૩,૮૦૦ રૂા.ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી. સોનાના બિસ્કીટમાં ૩૦૦૦ રૂા.નો ઉછાળો થતા સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૯,૩પ,૦૦૦ રૂા. હતા તે વધીને ૯,૩૮,૦૦૦ રૂા. ભાવ થયા હતા. ચાંદીના ભાવમાં બપોર સુધીમાં કોઇ ખાસ વધઘટ ન હતી. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૧,૦ર,પ૦૦ રૂા.ની સપાટીએ સ્થિર હતા.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
