News of Tuesday, 1st April 2025
કેનેડામાં ‘બાય કેનેડીયન' ચળવળ વધી

ટોરંટો તા. ૧: ‘બાય કેનેડીયન' ચળવળે અમેરિકન કંપનીઓના અધિકારીઓ કે જેઓ કેનેડીયનન રિટેલ પર આધારિત હતા તેમનામાં ચિંતાના વમણો પેદા કર્યા છે. કેલીફોર્નીયા સ્થિત ડાયપર માર્કેટ પેરાસોલ કું ગત જાન્યુઆરીથી પોતાના ડાયપર અને બેબી વાઇપ્સનું વેચાણ વધારવા માટે કેનેડાના વિતરકો સાથે વાત કરી રહી છે એટલુ જ નહી પોતાના કન્વીનીયન્સ સ્ટોર્સ ખોલવા માટે પણ વાટાઘાટ કરી રહી છે.
પરંતુ માર્ચના પ્રારંભમાં વિતરકોએ આ સોદાને એમ કહીને અટકાવી દીધો છે કે કેનેડામાં અમેરિકા વિરુદ્ધ ચળવળ વધી રહી છે. દેખીતી રીતે જ આ પ્રવાહો ડોનાલ્ડ ટ્રમ્પ સામેનો તીવ્ર વિરોધ દર્શાવે છે.
નિષ્ણાતોના અનુસાર જો આમને આમ જ ચાલુ રહ્યુ તો ભવિષ્યમાં અનેક દેશો અમેરિકાથી વિમુખ થઇ શકે છે અને અમેરિકાને એકલુ પાડી શકે છે. (૭.ર૧)
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
