તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
હવે દાલ સરોવર નહીં, ટુલીપ ગાર્ડન છે કાશ્મીરની ઓળખ
માત્ર ૧૮ વર્ષમાં જ સદીઓ પુરાણા દાલ સરોવરને પાછળ રાખી દીધું

જમ્મુઃ દાલ સરોવરનો ઈતિહાસ સદીઓ પુરાણો છે અને ટુલીપ ગાર્ડનનો માત્ર ૧૮ વર્ષ જૂનો પણ માત્ર ૧૮ વર્ષમાં જ આ ઉદ્યાન પોતાની ઓળખને કાશ્મીર સાથે આવી રીતે જોડી લેશે. તેવું કોઈએ વિચાર્યુ પણ નહીં હોય. દાલ સરોવરની સામેના વિસ્તારમાં સિરાઝબાગમાં બનેલ ટુલિપ ગાર્ડનમાં ટુલિપની ૭૫ થી વધારે જાતો અહીં આવનારાઓને પોતાની તરફ આકર્ષિત કરે છે.
આ આકર્ષણ જ છે કે લોકો અહીંયા પ્રવેશ માટે રાખેલ ફી ચૂકવવામાં આનાકાની નથી કરતા. મુંબઈથી આવેલ જયા પટેલે કહ્યું કે કોઈ બાગને જોવા માટેનો આ ચાર્જ ઘણો વધારે છે પણ અંદર એક વાર ફર્યા પછી એવું લાગે છે કે આ ચાર્જ તો ખરેખર કંઈ નથી.
સિરાઝ બાગ હરવાન-શાલીમાર અને ચશ્મેશાહીની વચ્ચેની જમીન પર પહેલા લગભગ ૭૦૦ કનાલ વિસ્તારમાં ફેલાયેલો હતો. પછી ત્રીજા તબક્કામાં તેમાં ૧૩૬૦ અને ૪૬૦ કનાલ જમીન વધુ ઉમેરાઈ હતી. શરૂઆતમાં તે શિરાગી બાગ તરીકે ઓળખાતો હતો. પણ હવે તે સીરાઝ બાગની જગ્યાએ ટુલિપ ગાર્ડન તરીકે ઓળખાય છે.
ગાર્ડનની નજીક જ રહેતા એક ૭૩ વર્ષના વડીલ અહમદ ગનેઈએ એ દિવસોને યાદ કરા જણાવ્યું કે અમે આ બાગને સિરાઝ બાગ નામથી ઓળખાતા હતા. જ્યાં ચારે તરફ સફરજન, અખરોટ, બદામ અને ખુબાનીના વૃક્ષો ફેલાયેલા હતા.
આ બાગની દેખરેખ મલિક સિરાજુદીનને વારસામાં મળી હતી. એવું કહેવાય છે કે ૧૯૪૭માં ભારત-પાક વિભાજન દરમ્યાન, સિરાજુદ્ીન પોતાની બધી સંપતિ છોડીને પરિવાર સાથે પાકિસ્તાન જતો રહ્યો. તેના ગયા પછી સ્થાનિક લોકોએ આ બાગ પર કબ્જો કરી લીધો હતો. અને લગભગ ૧૩ વર્ષ સુધી તેમના કબ્જામાં રહ્યા પછી ૧૯૬૦માં તત્કાલિન મુખ્યમંત્રી ગુલામ મુહમ્બદ સાદિકે આ બાગને સરકારના કબ્જામાં લીધો હતો.
જબ્રવાન પહાડીઓની તળેટીમાં આવેલ ટુલીપ ગાર્ડનમાં ખીલતા સફેદ, પીળા, બ્લુ, લાલ અને ગુલાબબી રંગના ટુલીપના ફુલો આજે નેધરલેન્ડમાં ખીલનારા ફુલોની સામે હરિફાઈ કરી રહ્યા છે. ફુલ પ્રેમીઓ માટે તે નેધરલેન્ડમાં ખીલનારા ફુલોની સામે હરીફાઈ કરી રહ્યા છે. ફુલ પ્રેમીઓ માટે તે નેધરલેંડનું જ વાતાવરણ કાશ્મીરમાં એટલે ઉભું કરે છે. કેમકે ભારત ભરમાં માત્ર કાશ્મીર જ એક માત્ર એવી જગ્યા છે જ્યાં માર્ચથી લઈને મે મહિના અંત સુધી તે પોતાની છટા વિખેરી શકે છે.
રોમાંચક વાત એ છે કે ગયા વર્ષે અહીં આવનારાઓની ભીડથી ચકિત થઈને કાશ્મીરના ખેડૂતોએ પણ હવે ટુલિપની ખેતીમાં હાથ નાખ્યા છે. તેઓ આ પ્રયાસમાં સફળ પણ થઈ રહ્યા છે.(૪૦.૧૯)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
