હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહ : જીગ્નેશદાદાની દિવ્યવાણીથી હજ્જારો ભાવિકો અભિભૂત : અલૌકિક માહોલ
ગામે ગામથી વૈષ્ણવો, સનાતનીઓ જાજરમાન કથાનો લાભ લેવા આવી રહ્યા છે : અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી કિરીટભાઇ ગણાત્રા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા, વેરાવળના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમા, રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા, આરસીસી બેન્કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પરસોતમભાઇ પીપરીયા, જૈન અગ્રણી મુકેશભાઇ શેઠ, જાણીતા બિલ્ડર સર્વાનંદભાઇ સોનવાણી, વેરાવળના રઘુવંશી અગ્રણી જયકરભાઇ ચોટાઇ, વેરાવળ લોહાણા મહાજનના હોદ્દેદારો સહિતના મહાનુભાવોએ કથાનું રસપાન કરી પૂણ્યનું ભાથું બાંધ્યું : વિશાળ અને લકઝુરીયસ જર્મન ડોમ સાથેના પવિત્ર વાતાવરણમાં ભાવિકો ભાવપૂર્વક ભાગવત સપ્તાહનું રસપાન કરી રહ્યા છે : કથા વિરામ બાદ મહાપ્રસાદનો લ્હાવો લીધો : વિશ્વના લાખો લોકો ‘અકિલા લાઇવ'ના માધ્યમથી ઘર બેઠા પણ ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહનું શ્રવણ કરે છે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ-ટીમ સમગ્ર આયોજનને દીપાવી રહ્યા છે

રાજકોટ : રાજકોટ લોહાણા મહાજન આયોજીત પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને પવિત્ર ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય-દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઇકાલે બીજે દિવસે અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રા, પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, વેરાવળના ધારાસભ્ય શ્રી વિમલભાઇ ચુડાસમા, રાજકોટના રાજવીશ્રી માંધાતાસિંહ જાડેજા, પદમાબેન જયંતિભાઇ કુંડલીયા, કિરણબેન જયંતિભાઇ કુંડલીયા, આર.સી.સી. બેન્કના સીઇઓ અને કાયદે આઝમ ડો. પરસોતમભાઇ પીપરીયા, શ્રીમતિ ભારતીબેન પરસોતમભાઇ પીપરીયા, જૈન અગ્રણી શ્રી મુકેશભાઇ શેઠ, જાણીતા બિલ્ડર શ્રી સર્વાનંદભાઇ સોનવાણી વેરાવળના રઘુવંશી અગ્રણી શ્રી જયકરભાઇ ચોટાઇ, વેરાવળ લોહાણા મહાજનના પ્રમુખશ્રી દિપકભાઇ કક્કડ, ઉપપ્રમુખશ્રી રમેશભાઇ ભુપ્તા સહિતના સભ્યો, મારવાડી યુનિવર્સિટીના વાઇસ ચેરમેન શ્રી જીતુભાઇ ચંદરાણા, દુબઇથી ખાસ પધારેલ શ્રી નિશિતભાઇ જીતુભાઇ ચંદારાણા, આહીર અગ્રણીશ્રી લાભુભાઇ આહીર, અગ્રણી બિલ્ડર શ્રી કિશોરભાઇ કોટેચા, રઘુવંશી અગ્રણીશ્રી મહેશભાઇ ગોકાણી, રાષ્ટ્રીય શાળાના પ્રમુખ શ્રી જીતુભાઇ ભટ્ટ, અગ્રણી શિક્ષણ વિદ શ્રી સિધ્ધાર્થભાઇ ભટ્ટ, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ તથા શ્રીમતિ સ્નેહાબેન પોબારૂ, મહાજનના કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ તથા ડો. શ્રીમતિ નિશિતાબેન ચોટાઇ, રાજકોટ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ ડો. હર્ષદભાઇ ખખ્ખર, જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. દેવયાનીબેન હિન્ડોચા, રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ શ્રી ધવલભાઇ કારીયા, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, શ્રી શૈલેષભાઇ પાબારી, જાણીતા ન્યુરોસર્જન ડો. ત્રિશાંતભાઇ ચોટાઇ સહિતના મહાનુભાવોએ હાજર રહી કથાનું રસપાન કરી પૂણ્યનું ભાથું બાધ્યું હતું જે તસ્વીરમાં નજરે પડે છે. વ્યાસપીઠ ઉપરથી હજજારો ભાવિકોને પોતાની આગવી શૈલીમાં પવિત્ર કથાનું રસપાન કરાવતા પૂ. જીગ્નેશદાદા નજરે પડે છે. યજમાન તરીકે પૂજાવિધિમાં ભાવપૂર્વક જોડાયેલા પ્રભુ ગ્રુપના યુવા એમ.ડી. શ્રી દિશીતભાઇ પોબારૂ, દંપતિ, રઘુવંશી અગ્રણી શ્રી હિતેષભાઇ બગડાઇ , એમ.ડી. ફીઝીશ્યન ડો. મિલાપભાઇ મશરૂ દંપતિ, જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. નીતિનભાઇ લાલ દંપતિ દૃશ્યમાન થાય છે. પ્રસંગોને અનુરૂપ વિવિધ ઇશ્વરીય અવતારમાં રહેલા બાળકો પણ તસ્વીરમાં નજરે પડે છે. (૯.૧૮)
રાજકોટ, તા. ૧ : વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન રાજકોટ લોહાણા મહાજન દ્વારા વિખ્યાત ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે પવિત્ર ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય-દિવ્ય આયોજન તા. પ એપ્રિલ, ર૦રપ સુધી કરવામાં આવ્યું છે, જેમાં સૌરાષ્ટ્રના ગામે-ગામથી સેંકડો વૈષ્ણવો, સનાતનીઓ જાજરમાન કથાનો લાભ લેવા આવી રહ્યા છે.
અકિલા પરિવારના મોભી જ્ઞાતિશ્રેષ્ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલ પવિત્ર ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહના બીજા દિવસે પૂ. જીગ્નેશદાદાની દિવ્યવાણીથી હજજારો ભાવિકો અભિભૂત થયા હતા અને લકઝરીયસ જર્મન ડોમ સાથેના પવિત્ર વાતાવરણમાં હજ્જારો ભાવિકો ભાવપૂર્વક ભાગવત સપ્તાહનું રસપાન કરી રહ્યા છે. કથાવિરામ બાદ હજ્જારો લોકોએ મહાપ્રસાદનો પણ લ્હાવો લીધો હતો.
વિશ્વના લાખો લોકો ‘અકિલા લાઇવ'ના માધ્યમથી ઘરબેઠા પણ ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહને નિહાળીને શ્રવણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.
સમગ્ર ભાગવત સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર હૂંફ મળી રહ્યા છે.
ગઇકાલે ભાગવત સપ્તાહના બીજા દિવસે અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા, પોરબંદરના ભાજપના ધારાસભ્યશ્રી અર્જુનભાઇ મોઢવાડીયા, વેરાવળના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી વિમલભાઇ ચુડાસમા, રાજકોટના રાજવી શ્રી માંધાતાસિંહ જાડેજા, આરસીસી બેન્કના સીઇઓ અને કાયદે આઝમ ડો. પરસોતમભાઇ પીપરીયા, જૈન અગ્રણીશ્રી મુકેશભાઇ શેઠ, જાણીતા બિલ્ડરશ્રી સર્વાનંદભાઇ સોનવાણી, વેરાવળના રઘુવંશી અગ્રણી શ્રી જયકરભાઇ ચોટાઇ, આહીર સમાજના અગ્રણી લાભુભાઇ આહીર, અગ્રણી બિલ્ડરશ્રી કિશોરભાઇ કોટેચા, રાષ્ટ્રીય શાળાના પ્રમુખ શ્રી જીતુભાઇ ભટ્ટ, અગ્રણી શિક્ષણ વિદશ્રી સિધ્ધાર્થભાઇ ભટ્ટ, વેરાવળ લોહાણા મહાજનના હોદ્દેદારો પ્રમુખશ્રી દિપકભાઇ કક્કડ, ઉપપ્રમુખશ્રી રમેશભાઇ ભુપ્તા, કારોબારી સભ્યો ચિરાગભાઇ કક્કડ, બિપીનભાઇ તન્ના, ઉષાબેન શીંગાળા, દિપકભાઇ ચાંદ્રાણી, સંજયભાઇ શીંગાળા, રઘુવંશી અગ્રણીશ્રી ભરતભાઇ નથવાણી, રેખાબેન નથવાણી, મારવાડી, યુનિવર્સિટીના વારસ ચેરમેન શ્રી જીતુભાઇ ચંદારાણા, દુબઇથી ખાસ પધારેલ શ્રી નિશિતભાઇ જીતુભાઇ ચંદારાણા, રઘુવંશી અગ્રણીઓ શ્રી છબીલભાઇ જીવરાજાની અને શ્રી અશ્વિનભાઇ ઉનડકટ સહિતના મહાનુભાવોએ પવિત્ર ભાગવત સપ્તાહનું રસપાન કરી પૂણ્યનું ભાથું બાંધ્યુ હતું.
રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું સમગ્ર ટ્રસ્ટી મંડળ-ટીમ સમગ્ર આયોજનને સફળતાપૂર્વક દીપાવી રહી છે.
શ્રીમદ ભાગવત સપ્તાહના ભવ્ય-દિવ્ય-અલૌકિક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતી રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓશ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બચ્છા, શ્રીમતિ અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ લોહાણા, મહાજનવાડી એડમિનિસ્ટ્રેટરશ્રી હિતેનભાઇ પારેખ, દક્ષિણી, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી, મૌલિકભાઇ ચાંદ્રાણી ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચૌહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કક્કડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા, પિયુષભાઇ અભાણી સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
અકિલા ન્યુઝ ડોટ કોમ તથા રાધે રાધે ચેનલ ઉપર
પૂ. જીગ્નેશદાદાની ભાગવત સપ્તાહનો લ્હાવો લો
રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે ૫ એપ્રિલ, ૨૦૨૫ સુધી યોજાયેલ છે. જેમાં અકિલા ન્યુઝ ડોટ કોમ તથા રાધે રાધે ચેનલ ઉપર પૂ. જીગ્નેશદાદાની પવિત્ર ૧૦૮ શ્રીમદ્ ભાગવત સપ્તાહનો લ્હાવો લઇ પુણ્યનું ભાથું બાંધી શકાય છે. વિશ્વના લાખો લોકો ઘરબેઠા ભાગવત કથાનું શ્રવણ કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
