હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કેન્દ્ર સરકારેની GSTથી તિજોરી છલકાઈ : ટેક્સ કલેક્શન 1.96 લાખ કરોડે પહોંચ્યું
GST કલેક્શન 9.9 ટકા વધીને 1.96 લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગયું

નવી દિલ્હી : કેન્દ્ર સરકારની તિજોરીમાં ટેક્સ કલેક્શનમાંથી મોટી રકમ જમા થાય છે. દર મહિને સરકાર GST કલેક્શનના આંકડા જાહેર કરે છે. આ ડેટા મહિનો પૂરો થયા પછી તરત જ બહાર પાડવામાં આવે છે. ત્યારે હવે માર્ચ મહિનાના GST કલેક્શનનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, માર્ચ મહિનો નાણાકીય વર્ષ 2024-25નો છેલ્લો મહિનો હતો. આ મહિના દરમિયાન GST કલેક્શનમાં 9.9 ટકાનો ઉછાળો થયો છે. સરકારી આંકડા મુજબ, માર્ચ મહિના દરમિયાન GST કલેક્શન 9.9 ટકા વધીને 1.96 લાખ કરોડ રૂપિયાથી ઉપર પહોંચી ગયું છે.
GST આવકની વાત કરીએ તો, ઘરેલુ વ્યવહારોમાંથી GST આવક 8.8 ટકા વધીને 1.49 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જ્યારે આયાતી વસ્તુમાંથી થતી આવક 13.56 ટકા વધીને 46,919 કરોડ રૂપિયા થઈ છે.
આ ઉપરાંત માર્ચ દરમિયાન કુલ રિફંડ 41 ટકા વધીને 19,615 કરોડ રૂપિયા થયું છે. રિફંડ માટે સમાયોજિત કર્યા પછી, માર્ચ 2025માં ચોખ્ખી GST આવક 1.76 લાખ કરોડ રૂપિયાથી વધુ રહી છે, જે એક વર્ષ પહેલાના સમયગાળાની તુલનામાં 7.3 ટકાનો ગ્રોથ છે.
જાન્યુઆરી મહિનામાં સરકારના GST કલેક્શનમાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 12.3 ટકાનો વધારો થયો છે અને ગયા મહિને સેન્ટ્રલ GST કલેક્શન 36,100 કરોડ રૂપિયા અને સ્ટેટ GST કલેક્શન 44,900 કરોડ રૂપિયા નોંધાયું હતું.
નોંધનીય છે કે, અગાઉ ડિસેમ્બર 2024ના મહિનામાં, GST કલેક્શન 1.76 લાખ કરોડ રૂપિયા હતું, જે વાર્ષિક ધોરણે 7.3 ટકા વધુ હતું. જાન્યુઆરીમાં આ કલેક્શનનો આંકડો અત્યાર સુધીના સૌથી વધુ GST કલેક્શનથી થોડો ઓછો છે. તમને જણાવી દઈએ કે એપ્રિલ 2024માં, આ આંકડો 2 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો હતો.
જૂની ટેક્સ વ્યવસ્થાને બદલે, 1 જુલાઈ 2017ના રોજ દેશભરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) લાગુ કરવામાં આવ્યો હતો. આઝાદી પછી દેશમાં આ સૌથી મોટો ટેક્સ સુધારો માનવામાં આવે છે. કેન્દ્ર સરકારના મતે, 7 વર્ષ અગાઉ લાગુ કરાયેલા GSTએ દેશના લોકો પર ટેક્સનો બોજ ઘટાડવામાં મદદ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
