<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું 93 વર્ષની વયે નવસારીમાં નિધન

અંતિમયાત્રા તા. 2 એપ્રિલે સવારે 8 વાગ્યે તેમના પુત્ર ડૉ. સમીર પરીખના નિવાસથી નીકળશે. અંતિમ સંસ્કાર વીરાવળ સ્મશાન ભૂમિ ખાતે કરાશે

મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજે નવસારી ખાતે 93 વર્ષની વયે નિધન થયું છે. તેઓ મહાત્મા ગાંધીના પુત્ર હરિદાસ ગાંધીની પૌત્રી હતા. નીલમબેન નવસારી જિલ્લાની અલકા સોસાયટીમાં રહેતા હતા..

સમગ્ર જીવન દરમિયાન તેમણે મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું. તેઓ ચુસ્ત ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા અને ગાંધી મૂલ્યોને વરેલા રહ્યા હતા

તેમની અંતિમયાત્રા તા. 2 એપ્રિલે સવારે 8 વાગ્યે તેમના પુત્ર ડૉ. સમીર પરીખના નિવાસથી નીકળશે. અંતિમ સંસ્કાર વીરાવળ સ્મશાન ભૂમિ ખાતે કરવામાં આવશે.

 


 

(7:27 PM IST)