તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
વક્ફ વિધેયક અંગે ભાજપને મળ્યો TDPનો ટેકો :TDP ના ત્રણેય સૂચનો સ્વીકારી લીધા
ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ વક્ફ (સુધારા) બિલમાં ભાજપને ટેકો: કાલે લોકસભામાં બિલના સમર્થનમાં મતદાન કરશે

ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) એ વક્ફ (સુધારા) બિલમાં ભાજપને ટેકો આપવા સંમતિ આપી છે. TDPએ બિલને સંપૂર્ણ સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. TDP દ્વારા સૂચવવામાં આવેલા ત્રણેય સુધારા સ્વીકારવામાં આવ્યા છે.
પાર્ટી 2 એપ્રિલ, બુધવારના રોજ લોકસભામાં બિલના સમર્થનમાં મતદાન કરશે. આ સાથે JDUના પ્રસ્તાવોને પણ સ્વીકારવામાં આવ્યા છે. તેથી હવે એવું માનવામાં આવી રહ્યું છે કે નીતીશ કુમારનો પક્ષ પણ લોકસભામાં આ બિલને સમર્થન આપશે.TDPના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રેમ કુમાર જૈને ખાતરી આપી હતી કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ મુસ્લિમ સમુદાયના પક્ષમાં છે અને તેઓ આ બિલને સમર્થન આપશે. TDPએ વકફ (સુધારા)બિલમાં ત્રણ મહત્વપૂર્ણ સુધારા પ્રસ્તાવિત કર્યા હતા, જે હવે બિલમાં સામેલ કરવામાં આવ્યા છે.
પહેલો સુધારો 'વક્ફ બાય યુઝર' સંબંધિત હતો, જેના હેઠળ વકફ મિલકતોને ઓળખવામાં આવતી હતી અને જ્યાં સુધી તે વિવાદિત ન બને અથવા સરકારી મિલકત ન રહે ત્યાં સુધી તેને વકફ મિલકત તરીકે રાખવામાં આવે. બીજા સુધારા દ્વારા રાજ્ય સરકારને વકફ બાબતોની તપાસ માટે કલેક્ટર કક્ષાના અધિકારીને નિયુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે. ત્રીજો સુધારો ડિજિટલ દસ્તાવેજો માટે સમય મર્યાદા લંબાવવા સાથે સંબંધિત છે, જો ટ્રિબ્યુનલને વિલંબ માટે વાજબી કારણ મળે તો વક્ફને વધારાનો સમય મળી શકે છે.
'યુનિફાઇડ વકફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ (UMEED) બિલ' તરીકે ઓળખાતું વકફ (સુધારા) બિલ,ડિજિટાઇઝેશન, ઓડિટમાં સુધારો, પારદર્શિતા વધારવા અને ગેરકાયદેસર રીતે કબજે કરેલી મિલકતોને પાછી મેળવવા માટે કાનૂની પગલાં દ્વારા વકફ મિલકતોના સંચાલનમાં સુધારો કરવાનો પ્રસ્તાવ મૂકે છે.વર્ષ 1995માં લાગૂ વકફ કાયદાની ભ્રષ્ટાચાર,ગેરવહીવટ અને અતિક્રમણની સમસ્યાઓ માટે ટીકા કરવામાં આવી છે.
કોંગ્રેસ પાર્ટીએ આ બિલનો વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ જણાવ્યું હતું કે તેમનો પક્ષ બિલનો વિરોધ કરશે કારણ કે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં તેમના વાંધાઓ સ્વીકારવામાં આવ્યા નથી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
