<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

બોયફ્રેન્ડ સાથે પત્નીના લગ્ન કરાવ્યા: ચાર દિવસમાં ટવીસ્ટ આવ્યું : હાથેપગે લાગી પત્નીને પાછી લાવ્યો

યુવક પત્નીના નવા સાસરિયે પહોંચ્યો અને પત્નીને પાછી લાવવા માટે હાથ જોડી વિનંતી કરી :યુવકની હાલત જોઈ નવી વહુની સાસુને દયા આવી અને તેણે દીકરાની વહુને પાછી તેના પહેલા પતિ સાથે મોકલવાની મંજૂરી આપી

તાજેતરમાં બબલૂએ પોતાની પત્ની રાધિકાના લગ્ન તેના પ્રેમી વિકાસ સાથે કરાવી દીધા હતા. પતિની દરિયાદિલી ખૂબ જ વાયરલ થઈ હતી. વિકાસ ઈ રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. 2017માં બબલૂના લગ્ન ગોરખપુરમાં રહેતી રાધિકા સાથે ધૂમધામથી થયા હતા. તેમને બે બાળકો પણ છે

  2021માં બબલૂની પત્ની પાડોશમાં રહેતા વિકાસના સંપર્કમાં આવી ગઈ. બંનેનું ઘર 100 મીટર જ દૂર છે. વિકાસના પિતાનું બહુ પહેલા નિધન થઈ ગયું હતું. તે પોતાની માતા સાથે રહેતો હતો. વિકાસ હંમેશા રાધિકાના ઘરે આવતો જતો રહેતો હતો. જ્યારે આવવા જવાનું વધી ગયું તો રાધિકાના સાસરિયાવાળાએ વાંધો ઉઠાવ્યો. બાદમાં વિકાસે રાધિકાના ઘરે આવવાનું ઓછું કરી દીધું અને બંને ફોન પર વાત કરવા લાગ્યા. વિકાસ અને રાધિકાના પ્રેમની ચર્ચા આખા ગામમાં થવા લાગી. તેને લઈને બંને પરિવાર વચ્ચે ઝઘડા પણ થયા.

  વિકાસ, 20 માર્ચ 2025ના રોજ રાધિકાને ગામમાંથી ભગાડીને લઈ ગયો. રાધિકા પોતાના બંને બાળકોને ઘરે મૂકીને ગઈ હતી. પતિ બબલૂએ પત્ની રાધિકા ભાગી ગઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. 4 દિવસ બાદ વિકાસ અને રાધિકા ગામમાં ન આવતા, પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા. બબલૂ પણ પોતાના ભાઈ હીરા અને ગામના લોકોને લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યો. પોલીસ સ્ટેશનમાં બબલૂએ પોતાની પત્નીના લગ્ન તેના પ્રેમી વિકાસ સાથે કરાવી દીધા.

  પત્નીના લગ્ન કરાવ્યાના 4 દિવસ બાદ 28 માર્ચે તે રાધિકાના નવા સાસરિયે પહોંચી ગયો અને પત્નીને પાછી લાવવા માટે આજીજી કરવા લાગ્યો. સાસુએ જ્યારે પોતાની નવી વહુના પહેલા પતિનું દુ:ખ જોયું અને બે માસૂમ બાળકોનો વિચાર કર્યો તો સાસુએ નવી દુલ્હનને તેના પહેલા પતિ સાથે મોકલી દીધી.

  પ્રેમીની વૃદ્ધ માતાની દરિયાદિલી હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ગામમાં ફરીથી પંચાયત બેઠી અને એવું નક્કી થયું કે, બબલૂ હવે તેની પત્નીનું ખાસ ધ્યાન રાખશે. બબલૂએ પણ ભરી પંચાયતમાં કસમ ખાતા રાધિકાનો સ્વીકાર કર્યો. તેણે વચન આપ્યું કે, જો ભવિષ્યમાં રાધિકા સાથે કોઈ ઘટના અથવા દુર્ઘટના થશે તો તેના માટે જવાબદાર તે ખુદ હશે

(9:15 PM IST)