હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોનાના ભાવમાં મોટો ભડકો : દિલ્હીમાં સોનાના ભાવ 2,000 રૂપિયા ઉછળીને રૂ.94,150 રૂપિયા પહોંચ્યો
છેલ્લા બે મહિનામાં સોનામાં એક જ દિવસમાં આ સૌથી મોટો ઉછાળો: ચાંદીના ભાવમાં ત્રણ દિવસની તેજીનો અંત

નવી દિલ્હી :સ્ટોકિસ્ટો અને ઝવેરીઓની સતત ખરીદી વચ્ચે મંગળવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ 2,000 રૂપિયા વધીને 94,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ટોચે પહોંચ્યા. છેલ્લા બે મહિનામાં સોનામાં એક જ દિવસમાં આ સૌથી મોટો ઉછાળો છે.
વિશ્લેષકોએ જણાવ્યું હતું કે ઇક્વિટી બજારોમાં ઘટાડા વચ્ચે વૈકલ્પિક રોકાણોની મજબૂત માંગને કારણે વિદેશી બજારોમાં સોનામાં વધારો થયો હોવાથી ટ્રેડિંગ સેન્ટિમેન્ટ મજબૂત રહ્યું હતું. અગાઉ, સોનાના ભાવમાં એક દિવસમાં સૌથી વધુ 2,400 રૂપિયાનો વધારો 10 ફેબ્રુઆરીએ નોંધાયો હતો.
આ દરમિયાન ચાંદીના ભાવમાં ત્રણ દિવસની તેજીનો અંત આવ્યો અને મંગળવારે ચાંદીના ભાવ 500 રૂપિયા ઘટીને 1,02,500 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ છે. કોટક સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, સંભવિત યુએસ ટ્રેડ ટેરિફ અંગે વધતી ચિંતાઓને કારણે સોનાના ભાવ સતત ચોથા સત્રમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા પારસ્પરિક ટેરિફની જાહેરાતથી વૈશ્વિક આર્થિક અસ્થિરતાનો ભય વધ્યો છે. બ્રોકરેજ ફર્મે એક નોંધમાં જણાવ્યું હતું કે, રશિયા-યુક્રેન સંઘર્ષ પર ટ્રમ્પના અસ્થિર વલણ સાથે જોડાયેલી આ ભૂ-રાજકીય અનિશ્ચિતતા, સોનાની સલામત-સ્વર્ગ માંગને વેગ આપી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
