તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
ટ્રમ્પનો ‘ટેરિફ બોંબ'ને ખાળવા ભારત તૈયારઃ પ્લાન A-B-C તૈયાર કરવામાં આવ્યો
ભારતની ‘વેઈટ એન્ડ વોચ'ની નીતિ

નવી દિલ્હી, તા.૨: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજથી દુનિયાભરમાં ટેરિફ બોમ્બ ફેંકવાના છે. તે પહેલાં, તેમણે એક ચોંકાવનારો દાવો કર્યો છે કે ભારત અમેરિકન આયાત પરના ટેરિફમાં ઘણી હદ સુધી ઘટાડો કરશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેઓ માત્ર ૨૪ કલાકની અંદર વિશ્વ માટે પારસ્પરિક ટેરિફની જાહેરાત કરવા જઈ રહ્યા છે જેની અસર અમેરિકા સહિત ઘણા દેશો પર પડી શકે છે.
પરંતુ ભારતે બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા પ્રતિશોધાત્મક ટેરિફ પર થોભો અને રાહ જુઓની રણનીતિ અપનાવી છે. અન્ય મુખ્ય અર્થતંત્રોની તુલનામાં, ભારતે સંતુલિત અભિગમ અપનાવવાનો અને પહેલા સંભવિત અસરોનું સંપૂર્ણ વિશ્લેષણ કરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ૨ એપ્રિલે જાહેર થનારા ફ્રીડમ ડે ટેરિફ અંગે વૈશ્વિક વેપાર જગતમાં હલચલ મચી ગઈ છે. આ મહત્વપૂર્ણ જાહેરાત બુધવારે (ભારતમાં ગુરુવારની શરૂઆતમાં) યુએસ સમય મુજબ સાંજે ૪ વાગ્યે કરવામાં આવશે. ટ્રમ્પે સોમવારે દાવો કર્યો હતો કે તેમની નીતિઓના દબાણ હેઠળ, ભારત સહિત ઘણા દેશોને તેમના ટેરિફમાં મોટો ઘટાડો કરવાની ફરજ પડશે.
અમેરિકા સાથેના વેપાર સંબંધો મજબૂત રાખવાના પ્રયાસરૂપે ભારતે મોટરસાયકલ અને અમેરિકન બોર્બોન વ્હિસ્કી સહિત કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડી દીધા છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ભારતે કેટલાક કળષિ ઉત્પાદનો પર આયાત ડ્યુટી ઘટાડવાની પણ ઓફર કરી છે, પરંતુ બદલામાં તેણે યુએસ પારસ્પરિક ટેરિફમાંથી મુક્તિની માંગ કરી છે.
ભારતીય નીતિ નિર્માતાઓ હવે ટ્રમ્પની સંભવિત વેપાર નીતિઓની અસરનું વિશ્લેષણ કરી રહ્યા છે અને ત્રણ મુખ્ય યોજનાઓ પર કામ કરી રહ્યા છે.
ભારતની પ્રાથમિક વ્યૂહરચના ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે રાજદ્વારી વાતચીત દ્વારા વેપાર સંબંધો જાળવવાની રહેશે. ભારતીય નિકાસકારોને નુકસાન ન થાય તે માટે સરકાર અમેરિકા સાથે નવા વેપાર કરાર પર વાટાઘાટો કરી શકે છે.
જો ટ્રમ્પ વહીવટીતંત્ર ભારતીય ઉત્પાદનો પર ઊંચા ટેરિફ લાદે છે, તો ભારત અન્ય બજારો તરફ વળી શકે છે. યુરોપ, દક્ષિણ એશિયા અને લેટિન અમેરિકા જેવા નવા વેપાર ભાગીદારો સાથે નિકાસ વધારવા માટે એક વ્યૂહરચના પર કામ કરવામાં આવી રહ્યું છે.
ભારત તેના આયાત-નિકાસ સંતુલન જાળવવા માટે અમેરિકાથી આવતા ઉત્પાદનો પર પ્રતિક્રિયાત્મક ટેરિફ લાદવાનું પણ વિચારી શકે છે. આનાથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે અને ભારતીય કંપનીઓને સ્પર્ધાત્મક લાભ મળશે.
ટ્રમ્પની ટેરિફ નીતિ મુખ્યત્વે કાપડ, ફાર્મા, આઇટી સેવાઓ અને ઓટોમોબાઇલ ક્ષેત્રોને અસર કરી શકે છે. અમેરિકા ભારતીય IT અને ફાર્મા ઉત્પાદનો માટે એક મોટું બજાર છે, આવી સ્થિતિમાં સરકાર કંપનીઓ માટે નીતિગત છૂટછાટ આપવાનું વિચારી શકે છે.
અર્થશાષાીઓ માને છે કે જો ટ્રમ્પ વહીવટીતંત્ર આયાત ડ્યુટીમાં વધારો કરે છે, તો ભારતીય કંપનીઓ માટે અમેરિકામાં વ્યવસાય કરવો મોંઘો પડી શકે છે. જોકે, ભારતની મજબૂત સ્થાનિક માંગ અને નિકાસ બજારના વિસ્તરણની નીતિ દ્વારા આ અસર ઘટાડી શકાય છે. ભારત સરકાર હવે આ બાબત પર ઊંડાણપૂર્વક વિચાર કરી રહી છે અને કોઈપણ સંભવિત પડકાર માટે તૈયાર છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
