તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
પાછલા નાણાકીય વર્ષ માટે કુલ GST કલેક્શન રૂ. ૨૨ લાખ કરોડ થયું
માર્ચમાં ૧૧ મહિનાના રેકોર્ડ સ્તરે પહોંચ્યું GST કલેક્શનઃ રૂા.૧.૯૬ લાખ કરોડ થયું

નવી દિલ્હી તા.રઃ ઘરેલુ અર્થતંત્રએ નાણાં વર્ષ ૨૦૨૪-૨૫ના ચોથા ત્રિમાસિકમાં સારું પ્રદર્શન કર્યું છે. માર્ચ મહિનામાં GST કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે. GST કલેક્શનમાં માસિક આધારે ૬.૫ ટકા અને ગયા વર્ષના માર્ચ મહિનાની સરખામણીમાં ૧૦ ટકાનો ઉછાળો થયો છે અને કલેક્શન ૧૧ મહિનાના ઊંચા સ્તરે પહોંચી ગયું છે.
ગયા મહિને કુલ GST કલેક્શન ? ૧.૯૬ લાખ કરોડ થયું છે. ફેબ્રુઆરીમાં એ રૂ. ૧.૮૪ લાખ કરોડ હતું. આ સતત ૧૩મો મહિનો છે, જેમાં GST કલેક્શન રૂ. ૧.૭ લાખ કરોડથી વધુ રહ્યું હોય. જે એક સકારાત્મક સંકેત છે. રિફંડ બાદ નેટ કલેક્શનમાં નવ ટકાનો વધારો થયો છે, જે રૂ ૧.૭૬ લાખ કરોડ રહ્યું છે. રિફંડમાં તેજ વળદ્ધિને કારણે ગ્રોસ (કુલ) GSTની સરખામણીમાં નેટ કલેક્શન થોડું ધીમું પડ્યું છે. આ વખતે રિફંડમાં ૪૧ ટકાનો વધારો જોવા મળ્યો છે.
પાછલા નાણાકીય વર્ષ માટે કુલ GST કલેક્શન રૂ. ૨૨ લાખ કરોડ થયું હતું, જે નવ ટકાથી વધુ વળદ્ધિ દર્શાવે છે. માર્ચમાં કુલ ગ્રોસ રેવન્યુ કલેક્શન રૂ. ૧,૯૬,૧૪૧ કરોડ (૯.૯ ટકાનો ઉછાળો) થયું છે, જ્યારે ફેબ્રુઆરી ૨૦૨૪માંમાં રૂ. ૧,૭૮,૪૮૪ કરોડ હતું.
માર્ચ, ૨૦૨૪માં ઘ્ઞ્લ્વ્- રૂ. ૩૮,૧૦૦ કરોડ, લ્ઞ્લ્વ્- ?૪૯,૯૦૦ કરોડ, ત્ઞ્લ્વ્- રૂ. ૯૫,૯૦૦ કરોડ અને ઘરેલુ સેસ- રૂ. ૧૧,૧૧૬ કરોડ રહ્યો છે. ઞ્લ્વ્ કલેક્શનનો અત્યાર સુધીનો સૌથી ઊંચો સ્તર એ-લિ ૨૦૨૪માં નોંધાયો હતો, જ્યારે કુલ કલેક્શન રૂ. ૨.૧ લાખ કરોડ થયું હતું, જેમાં ૧૫.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
