તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
વકફ સુધારા બિલને જેડીયુનું ખુલ્લું સમર્થન, મોદી સરકાર મજબૂત, વિપક્ષ માટે મુશ્કેલી
નીતિશ કુમારની પાર્ટીનો મોટો નિર્ણય, લોકસભામાં બિલ પાસ થવાનો માર્ગ સરળ

વકફ સુધારા બિલને લઈને મોદી સરકારને મોટી સફળતા મળી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (જેડીયુ)એ આ બિલને ખુલ્લેઆમ સમર્થન જાહેર કર્યું છે. પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય ઝાએ સ્પષ્ટપણે જણાવ્યું કે જેડીયુ આ બિલના પક્ષમાં છે અને તેના સાંસદોને લોકસભામાં હાજર રહેવા માટે વ્હીપ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી એનડીએ ગઠબંધનને વધુ મજબૂતી મળી છે, જ્યારે વિપક્ષ માટે ચિંતાનું કારણ બન્યું છે.
લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ થવાની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જેડીયુના સમર્થનથી સરકારનું પલડું ભારે થયું છે. આ બિલને ટીડીપી સહિત એનડીએના અન્ય સાથીઓનું પણ સમર્થન મળી રહ્યું છે. જોકે, વિપક્ષી દળો ખાસ કરીને કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓએ આ બિલનો વિરોધ કર્યો છે અને તેને અસંવૈધાનિક ગણાવ્યું છે. જેડીયુના આ નિર્ણયથી બિલ પાસ થવાની શક્યતાઓ વધી ગઈ છે, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
