તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
મહારાષ્ટ્રના બુલઢાણામાં ટ્રિપલ અકસ્માતઃ ૫ના મોતઃ ૨૪થી વધુ ઘાયલ

મુંબઈ, તા.૨: મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેગાંવ ખામગાંવ હાઈવે પર ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ ૫ જેટલાં લોકોને કાળ ભરખી ગયો હતો. આજે એક ખાનગી બસ, એક એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે પૂરપાટ ગતિએ દોડતી બોલેરો કાર એસ.ટી.બસ સાથે અથડાઈ હતી. જેના લીધે પાછળ આવતી ખાનગી બસ પણ અકસ્માતનો ભોગ બની હતી. ભયાનક અકસ્માતમાં ૫ લોકો ઘટનાસ્થળે જ મોતને ભેટયા હતા. આ દુર્ઘટનામાં ૨૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
