તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 2nd April 2025
કુલ ૨૪૧ એસએમઈ કંપનીઓએ ૯૮૧૧ કરોડ આઈપીઓ દ્વારા એકઠા કર્યા
ગુજરાત સ્થિત એસએમઈ કંપનીઓએ આઈપીઓ દ્વારા ૧૯૧૯ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા

મુંબઈ,તા.૨: નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં અનેક કંપનીઓ આઈપીઓ લઈને આવી હતી. ગુજરાત સ્થિત એસએમઈ કંપનીઓએ આઈપીઓ દ્વારા ૧૯૧૯ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. મહારાષ્ટ્ર બાદ ગુજરાતની કંપનીઓએ એસએમઈમાં સૌથી વધુ ફંડ ભેગું કર્યું હતું.
ગુજરાત સ્થિત ૩૧ કંપનીઓ NSE પર લિસ્ટ થઈ હતી અને ૧૨૩૬ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. જ્યારે ૧૯ કંપનીઓ BSE NSE પર લિસ્ટ થઈ હતી અને તેમણે ૬૮૩ કરોડ રૂપિયા રોકાણકારો પાસેથી એકત્ર કર્યા હતા. દેશભરમાંથી કુલ ૨૪૧ કંપનીઓએ ૯૮૧૧ કરોડ રૂપિયા આઈપીઓ દ્વારા એકઠા કર્યા હતા. મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ કંપનીઓ લિસ્ટ થઈ હતી. ૭૧ એસએમઈ લિસ્ટિંગ સાથે મહારાષ્ટ્ર ટોચ પર હતું. દિલ્હી ૩૬ એસએમઈ આઈપીઓ સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું.
ગત નાણાકીય વર્ષમાં ગુજરાતની ૫૩ કંપનીઓએ ૧૬૦૯ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એસએમઈ અર્થતંત્ર, રોજગારી અને વિકાસના કરોડરજ્જુ છે. આગામી સમયમાં પણ આ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં રોકાણકારો આવશે તેવો વિશ્વાસ છે.
તાજેતરમાં ગુજરાતમાં ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિના દાવા વચ્ચે ચોંકાવનારી માહિતી સામે આવી હતી. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ૫૪૦૦થી વધુ માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને તાળાં લાગ્યા હતા. જેના કારણે સ્થાનિકો સહિત હજારો લોકોની રોજી રોટી છીનવાઈ હતી.
ગુજરાતમાં નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી જ ૩૧૪૮ ઔદ્યોગિક એકમોને બંધ કરવા પડ્યા છે. આમ આ સ્થિતિમાં રોજના સરેરાશ ૯ ઔદ્યોગિક એકમોને તાળા લાગ્યા છે. એક વર્ષમાં સૌથી વધુ એકમોને તાળા લાગ્યા હોય તેમાં મહારાષ્ટ્ર ૮૪૭૨ સાથે પ્રથમ ક્રમે છે. ગુજરાત ૫૪૫૫ સાથે બીજા, તમિલનાડુ ૪૪૧૨ સાથે ત્રીજા, રાજસ્થાન ૨૯૮૯ સાથે ચોથા અને કર્ણાટક ૨૦૧૦ સાથે પાંચમાં સ્થાને છે.
સરકાર દ્વારા લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને વિવિધ યોજનાનો લાભ પણ આપ્યો છે. તેમ છતાં દેશભરમાં આવા ઉદ્યોગ બંધ થવામાં ગુજરાત મોખરાના રાજ્યમાં છે તે વધુ ચિંતાનો વિષય છે. સૂત્રોના કહેવા મુજબ એમએસએમઈમાં હાલમાં ફાઈનાન્સનો પ્રશ્ન સૌથી વધુ નડે છે. હાલ ૨૫૦ કરોડનું ટર્ન ઓવર ધરાવતી ઈન્ડસ્ટ્રી પણ એમએસએમઈમાં આવે છે. લોન આપવાની વાત આવે ત્યારે બેંકો એમએસએમઈમાં જ આવતી મોટી ઈન્ડસ્ટ્રીને લોન આપે છે, પણ એમએસએમઈને લોન આપતી નથી
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
