તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 3rd April 2025
લોકસભામાં ઓવૈસીએ વક્ફ સુધારા બિલની નકલ ફાડી કહ્યું- આ ગેરબંધારણીય :સંસદમાં ભારે હોબાળો
તેણે કહ્યું - આ બિલનો એકમાત્ર હેતુ મુસ્લિમોને અપમાનિત અને જલીલ કરવાનો અને તેમને બીજા વર્ગના નાગરિક બનાવવાનો છે.

નવી દિલ્હી : લોકસભામાં વકફ (સુધારા) બિલ પર ચર્ચા થઈ રહી છે. આ બિલ પર ઘણા નેતાઓ પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. આ બિલ પર બોલતા, અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે અને તેને મુસ્લિમો સામે મોટો અન્યાય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે આ બિલનો હેતુ ફક્ત મુસ્લિમોને હેરાન કરવાનો છે.
ઓવૈસીએ કહ્યું કે આ બિલમાં વક્ફ અલ ઔલાદનો નિયમ કલમ 25નું ઉલ્લંઘન છે. જ્યારે હું મારી મિલકત અલ્લાહને સોંપી રહ્યો છું, તો તમને તેમાં શા માટે વાંધો છે? આ બિલનો એકમાત્ર હેતુ મુસ્લિમોને અપમાનિત અને જલીલ કરવાનો અને તેમને બીજા વર્ગના નાગરિક બનાવવાનો છે. મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકાનો કાયદો ફાડી નાખ્યો હતો, તેથી હું આ કાયદો પણ ફાડી નાખું છું.
બિલ પર બોલતા ઓવૈસીએ કહ્યું કે આ કાયદો દેશમાં હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિવાદ પેદા કરવા માટે લાવવામાં આવ્યો છે. ઓવૈસીએ કહ્યું કે જો આ બિલ પસાર થશે તો ફક્ત પ્રાચીન મંદિરોનું રક્ષણ થશે, મસ્જિદોનું નહીં.
ઓવૈસીએ કહ્યું કે હું એક ઉદાહરણ આપી રહ્યો છું કે દિલ્હીમાં 172 વકફ મિલકતો ASIના નિયંત્રણ હેઠળ છે, હું ચોક્કસ આ કેસ હારી જઈશ કારણ કે મારી પાસે તેના દસ્તાવેજો નથી. જો સરકાર સાથે મિલકત અંગે કોઈ વિવાદ હોય, તો હું કોઈ દાવો કરી શકતો નથી કારણ કે તમે પોતે જ આના ન્યાયાધીશ બનશો અને જ્યાં સુધી તમે નિર્ણય નહીં લો ત્યાં સુધી મિલકત વકફ મિલકત રહેશે નહીં. આ બિલ મુજબ થશે.
(12:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
