<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd April 2025

પત્નીને હોસ્પિટલમાં દાખલ કરીને બે વર્ષ સુધી પતિ ગાયબ થઈ ગયો: બિલ બની ગયું એક કરોડ: પતિની ધરપકડ

એક દુર્ઘટના બાદ વિકલાંગ થયેલી પત્નીને પતિએ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં છોડી દીધી બે વર્ષ બાદ પણ તે પાછો ન આવતા હોસ્પિટલે હવે કરોડો રૂપિયાનું બિલ કોર્ટમાં પહોંચાડ્યું

દુર્ઘટના બાદ મહિલાએ બોલવાનું બંધ કરી દીધું અને તેના શરીરનો નીચલો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો. આ બાજુ કોર્ટમાં હાજર થયેલા પતિને જજ અમૃતા સિંહાએ પૂછ્યું કે તે પોતાની પત્નીને ઘરે કેમ નથી લઈ જતો. જવાબમાં પતિએ કહ્યું કે તે એક દુકાનનો માલિક છે અને તેના પાસે વિકલાંગ પત્નીની દેખરેખ કરવા માટે પૂરતા સાધનો નથી.

   આ બાજુ હોસ્પિટલના વકીલે કોર્ટમાં વાત કરતા જણાવ્યું કે, હોસ્પિટલે તેની પત્નીની બે વર્ષ સુધી સારવાર કરી. તેની સર્જરી કરી અને 6 લાખ રૂપિયા વીમાની રકમ તો બહુ પહેલા જ ખતમ થઈ ગઈ. હાલમાં 1 કરોડ રૂપિયા બાકી લેવાના નીકળે છે અને વકીલે કોર્ટને જણાવ્યું કે, હોસ્પિટલ હવે આ દર્દીની જવાબદારી લઈ શકશે નહીં.

   આ દરમ્યાન હોસ્પિટલના વકીલે કોર્ટમાં આરોપ લગાવ્યો કે, મહિલાના પતિએ એક નવો પરિવાર શરૂ કરી દીધો છે. જોકે, ન્યાયમૂર્તિ સિંહાએ પરિવારના આ મામલામાં હસ્તક્ષેપ ન કર્યો. રાજ્યના વકીલે તર્ક આપ્યો કે, રાજ્યમાં મફત સેવા આપનારા આશ્રય સ્થાન છે. પણ રાજ્ય દ્વારા સંચાલિત આશ્રય સ્થળના કર્મચારીઓ પાસે બીમાર દર્દીઓની દેખરેખ કરવા માટે નિષ્ણાતો નથી

આ મામલામાં ન્યાયમૂર્તિ સિંહાએ વકીલને 9 એપ્રિલના રોજ સુનાવણી માટે હાજર રહેવા અને એ જાણવાની કોશિશ કરી છે કે, શું રાજ્ય પાસે આવા લોકો માટે કોઈ નિયંત્રણ છે અને સમાધાનના સૂચનો પણ મંગાવ્યા છે. કોર્ટે નિર્દેશ આપ્યો કે, તે દિવસે પતિને પણ કોર્ટમાં હાજર રહેવું પડશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, 40 વર્ષિય મહિલાને સપ્ટેમ્બર 2021માં માથામાં ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરી હતી. મહિલાનો જીવ બચાવવા માટે ન્યુરોસર્જરી સહિત કેટલીય સર્જરી કરી. પણ તે બચી ગઈ, પણ ઈજાના કારણે તે ચાલી શકતી નહોતી. તેની હાલત સ્થિર હોવા છતાં તેના પતિ જયપ્રકાશ ગુપ્તા તેને ઘરે લઈ જતા નથી.

 

(9:07 PM IST)