<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd April 2025

ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંક ઉચાપત કેસ: પૂર્વ ચેરમેન હિરેન ભાનુ, તેની પત્ની ગૌરીને ભાગેડુ જાહેર કરાયા

ઉચાપત સામે આવ્યા બાદ ભાનુ દંપતી અલગ અલગ દિવસે દેશ છોડીને ભાગી ગયું હતું

મુંબઈ :ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના ભૂતપૂર્વ ચેરમેન હિરેન ભાનુ અને તેની પત્ની ગૌરીને કોર્ટે ભાગેડુ જાહેર કર્યાં હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ફેબ્રુઆરીમાં ઉચાપત સામે આવ્યા બાદ ભાનુ દંપતી અલગ અલગ દિવસે દેશ છોડીને ભાગી ગયું હતું. ભાનુ અને તેની પત્નીને ભાગેડુ જાહેર કરવા માટે આર્થિક ગુના શાખાએ કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. કોર્ટે બંને વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કર્યું હતું.
હિરેન ભાનુ 26 જાન્યુઆરીએ, જ્યારે તેની પત્ની અને બૅંકની ભૂતપૂર્વ ચેરપર્સન ગૌરી 10 ફેબ્રુ.એ દેશ છોડીને જતાં રહ્યાં હતાં.
દરમિયાન કોર્ટે ન્યૂ ઇન્ડિયા કો-ઓપ. બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપત પ્રકરણે પાંચ આરોપીની 167.85 કરોડ રૂપિયાની મિલકતોને ટાંચ મારવાની મંજૂરી પોલીસને આપી છે.
આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ બુધવારે મેજિસ્ટ્રેટ કોર્ટની મંજૂરી મળ્યા બાદ ટાંચ મારવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

(10:33 PM IST)