તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Friday, 4th April 2025
ગૂગલ મેપે ફરી વાર ભાંગરો વાટ્યો : યુવકને મોતના મુખ સુધીનો બતાવ્યો રસ્તો: સોશ્યલ મીડિયા પર પોસ્ટ વાયરલ
વ્યક્તિએ તેને બતાવેલા રસ્તાનો સ્ક્રીનશોટ શેર કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.

આજકાલ ઈન્ટરનેટનો જમાનો ચાલી રહ્યો છે. દરેક વ્યક્તિ દરેક કાર્ય માટે હવે પહેલા ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. તેમાં પણ ખાસ કરીને આજકાલ ગૂગલ મેપનો વધારે ઉપયોગ થઈ રહ્યો છે. પરંતું ગૂગલ મેપ પર બતાવેલો રસ્તો ક્યારેક મુશ્કેલીમાં મૂકી દે છે. હાલમાં પણ એક આવી જ ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર હમણાં જ એક પોસ્ટ મળી. જેને જોયા પછી સૌ કોઈ ચોંકી ગયા છે.
હાલમાં વાયરલ થઈ રહેલી પોસ્ટમાં બહુ કંઈ ખાસ નથી. ફક્ત એક જ સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. ખરેખર તો તે સ્ક્રીનશોટ ગૂગલ મેપનો છે. એવું લાગે છે કે ક્યાંક જવાનો રસ્તો સર્ચ કરવામાં આવ્યો છે. તે થોડા અંતર સુધી રસ્તો બતાવી રહ્યું છે પણ અચાનક બતાવવામાં આવે છે કે ત્યાંથી જવા માટે તેને રેલવેનના પાટા પાર કરવા પડશે. સ્ક્રીનશોટમાં દેખાય છે તેમ, રેલવે ટ્રેક પાર કરવાનો કોઈ રસ્તો નથી. તે વ્યક્તિએ તેનો સ્ક્રીનશોટ લીધો અને તેને પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં 'આભાર ગુગલ મેપ્સ' લખ્યું
આ પોસ્ટ X પ્લેટફોર્મ પર @Superoverr નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવી હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી, ઘણા લોકોએ પોસ્ટ જોઈ લીધી છે. પોસ્ટ જોયા પછી એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું - મારી સાથે આવું ઘણી વખત બન્યું છે. બીજા એક યુઝરે લખ્યું, મને પણ ગૂગલ મેપ્સ દ્વારા આવા અદ્ભુત રસ્તાઓ બતાવવામાં આવ્યા છે.
(12:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
