News of Friday, 4th April 2025
અમેરિકાના શેરબજારોમાં ભૂકંપ : 1,400 પોઇન્ટનો મોટો કડાકો : નાસ્ડેકમાં 900 પોઇન્ટનો કડાકો : ટેક શેરોમાં અભૂતપૂર્વ ઘટાડો
નાસ્ડેક કમ્પોઝિટમાં 900 પોઇન્ટ એટલે કે 5 ટકા, ડાઉજોન્સ-30 આશરે 1,400 પોઇન્ટ એટલે કે 3.31 ટકા, S&P 500 આશરે 226.56 પોઇન્ટ એટલે કે 4 ટકાના કડાકા સાથે ખુલ્યા

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પારસ્પરિક ટેરિફની જાહેરાત કર્યા પછી ગુરુવારે US બજાર મોટા ઘટાડા સાથે ખુલ્યા છે . નાસ્ડેક કમ્પોઝિટમાં 900 પોઇન્ટ એટલે કે 5 ટકા, ડાઉજોન્સ-30 આશરે 1,400 પોઇન્ટ એટલે કે 3.31 ટકા, S&P 500 આશરે 226.56 પોઇન્ટ એટલે કે 4 ટકાના કડાકા સાથે ખુલ્યા છે. સમગ્ર અમેરિકાના તમામ બજારો મંદીના ભરડામાં આવી ગયા છે અને ચોતરફ સતત જંગી વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.
બીજીબાજુ ચીન અને અન્ય એશિયન દેશોમાં તેના ડિવાઈસિસ બનાવતી આઇફોન નિર્માતા કંપની એપલના શેરો વર્ષ 2020 બાદ સૌથી મોટા ઘટાડા તરફ આગળ વધી રહ્યાં છે. કંપનીના શેરમાં 8 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
અન્ય ટેક કંપનીઓના શેરમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટા પ્લેટફોર્મ અને એનવીડિયાના શેરમાં 6 ટકાથી વધુ ઘટાડો થયો છે જ્યારે ટેસ્લા 5 ટકાથી વધુ ઘટ્યા છે અને એમેઝોન 7 ટકાથી વધુ ઘટ્યા છે. Nvidia, જે તાઇવાનમાં તેની ચિપ્સ બનાવે છે અને તેની AI સિસ્ટમ્સ એસેમ્બલ કરવા માટે મેક્સિકો પર આધાર રાખે છે, તેને ભારે ફટકો પડ્યો છે. માઈક્રોસોફ્ટ અને આલ્ફાબેટ બંનેને સામાન્ય નુકસાન થયું, લગભગ 2 ટકાનો ઘટાડો.
ક્રૂડ ઓઇલના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટમાં આશરે 5 ટકાનો ઘટાડો થયો છે. બ્રેન્ટનો ભાવ ઘટીને 70 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા બાદ સોનામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ ઘટીને 3108 ડોલર થયો છે, જે લગભગ 2 ટકાનો ઘટાડો દર્શાવે છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
