<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ટેરિફનું તોફાન ! ૨,૧૦૦ ડોલરનો ખર્ચ દરેક અમેરિકન ઘર પર આવશે

‘અમેરિકન ટેક્સ ફાઉન્ડેશન’ના તાજેતરના વિશ્લેષણે ટ્રમ્પના ટેરિફની ચોંકાવનારી અસરો ખુલ્લી પાડી છે. ૨ એપ્રિલ, ૨૦૨૫ના ટેરિફથી ૧૦ વર્ષમાં ૧.૮ ટ્રિલિયન ડોલરનો કરવેરો વધશે, જ્યારે ટ્રમ્પના વ્યાપક ટેરિફથી આવક ૩.૨ ટ્રિલિયન ડોલર સુધી પહોંચશે. આનાથી અમેરિકાનું ‘જીડીપી’ ૦.૫%થી ૦.૮% સુધી ઘટશે.

ડિજિટલ મીડિયા પર ચર્ચા છે કે ૨૦૨૫માં દરેક અમેરિકન પરિવાર પર સરેરાશ ૨,૧૦૦ ડોલરનો વધારાનો બોજ પડશે.

‘સીએનએન’ અને ‘બ્લૂમબર્ગ’ના અહેવાલો મુજબ, શેરબજારમાં ઘટાડો શરૂ થયો છે, અને નિષ્ણાતો આને અમેરિકન અર્થતંત્ર માટે “લાંબાગાળાનું જોખમ” ગણાવી રહ્યા છે.

(9:50 AM IST)