તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Friday, 4th April 2025
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી, રાજ્યસભાની લાગી મોહર
લોકસભા પછી વહેલી સવારે ૪ વાગ્યે રાજ્યસભામાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને મંજૂરી મળી ગઈઃ સંસદે બંધારણીય ઠરાવ પસાર કરી દીધો : કેન્દ્રીય ગૃહમંત્રી શાહે વિપક્ષ પર નિશાન સાધ્યું

નવી દિલ્હી,તા.૪: લોકસભા પછી, વક્ફ સુધારા બિલ રાજ્યસભામાં પણ પસાર થઈ ગયું. આ પછી, મોડી રાત્રે રાજ્યસભામાં મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની મંજૂરી આપતો બંધારણીય ઠરાવ રજૂ કરવામાં આવ્યો. લોકસભાએ ગઈકાલે જ તેને પસાર કરી દીધો છે. કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહે મણિપુર સંબંધિત ઠરાવ પસાર કરવા માટે ગળહમાં રજૂ કર્યો. આ મુદ્દા પર શાસક અને વિપક્ષી પક્ષોના નેતાઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. ઉપલા ગળહે સવારે લગભગ ૪ વાગ્યે ધ્વનિ મત દ્વારા ઠરાવ પસાર કર્યો. આ દરમિયાન કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહે ગળહમાં વિપક્ષ પર નિશાન સાધ્યું.
૧૩ ફેબ્રુઆરીએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય અનુસાર, તેઓ બે મહિનાની અંદર ગળહની મંજૂરી માટે આ સંદર્ભમાં એક બંધારણીય ઠરાવ લાવ્યા છે. તેમણે કહ્યું કે સરકારની પહેલી ચિંતા મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાની છે. છેલ્લા ચાર મહિનામાં ત્યાં એક પણ મળત્યુ થયું નથી. શાહે કહ્યું કે તેઓ સ્વીકારે છે કે મણિપુરમાં વંશીય હિંસામાં ૨૬૦ લોકો માર્યા ગયા હતા. પરંતુ પヘમિ બંગાળમાં ચૂંટણી હિંસામાં આનાથી વધુ લોકોના મોત થયા છે.
કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ટીએમસી પર પ્રહાર કરતા કહ્યું કે હું આ સંવેદનશીલ મુદ્દા પર રાજકારણ કરવા માંગતો નથી. ડેરેક ઓબ્રાયને મણિપુરમાં મહિલાઓ સામે થતા દુર્વ્યવહારનો મુદ્દો ઉઠાવ્યો. ત્યાં જાતીય હિંસા થઈ અને બંને સમુદાયો એકબીજાની વિરુદ્ધ હતા. પヘમિ બંગાળના સંદેશખલીમાં સેંકડો મહિલાઓ સાથે દુર્વ્યવહાર થયો હતો, પરંતુ તમારી સરકારે કંઈ કર્યું નહીં. આ પાછળ તમારા જ પક્ષનો એક વ્યક્તિ હતો, જેને તમારે સસ્પેન્ડ કરવો પડ્યો. અમે બંનેનું સમર્થન નથી કરતા, પરંતુ તમારું બેવડા વલણ ન હોઈ શકે.
કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહે કહ્યું કે મણિપુરના બંને સમુદાયો સમજશે અને વાતચીતનો માર્ગ અપનાવશે. મણિપુરના બંને સમુદાયોની આગામી બેઠક જલ્દી જ દિલ્હીમાં થવાની છે. તેમણે કહ્યું કે અમે મણિપુરમાં સરકાર પાડવા માટે રાષ્ટ્રપતિ શાસન લાદ્યું નથી, જેમ કોંગ્રેસ કરતી હતી. ૧૧ ફેબ્રુઆરીના રોજ, મુખ્યમંત્રીએ રાજીનામું આપી દીધું અને બધાએ દાવો કર્યો કે આવું એટલા માટે થયું કેમ કે કોંગ્રેસ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જઈ રહી હતી. હું સ્પષ્ટ કરવા માંગુ છું કે તે સરકાર સામે કોઈ અવિશ્વાસ પ્રસ્તાવ નહોતો કારણ કે કોંગ્રેસ પાસે આવો પ્રસ્તાવ લાવવા માટે પૂરતા સભ્યો નહોતા. રાજીનામા પછી કોઈ પણ પક્ષે સરકારનો પ્રસ્તાવ મૂકયો નહીં અને તે પરિસ્થિતિમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે. તેમણે કહ્યું કે મણિપુરમાં પરિસ્થિતિ બગડવા પાછળનું મુખ્ય કારણ કોર્ટનો એક નિર્ણય હતો જેમાં એક જાતિને અનામત આપવામાં આવી. જેના પર સુપ્રીમ કોર્ટે બીજા જ દિવસે સ્ટે મૂકી દીધો હતો.(૪૦.૯)
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
