<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ટ્રમ્‍પે દુનિયાને પોતાનું ગોલ્‍ડ કાર્ડ બતાવ્‍યું

ગોલ્‍ડ કાર્ડ‘ ૪૩ કરોડ રૂપિયામાં અમેરિકન નાગરિકત્‍વ આપે છે : જે લોકો અમેરિકન નાગરિકતા મેળવવા માંગે છે તેમણે આ કાર્ડ ખરીદવું પડશે. એરફોર્સ વનમાં ઉડાન ભરતી વખતે ડોનાલ્‍ડ ટ્રમ્‍પે પોતાનું ૫ મિલિયન ડોલરનું ‘ગોલ્‍ડ કાર્ડ' બતાવ્‍યું

વોશીંગ્‍ટન,તા.૪: અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે એરફોર્સ વનમાં ઉડાન ભરતી વખતે ૫ મિલિયન ડોલરનું ‘ગોલ્‍ડ કાર્ડ' બતાવ્‍યું. તેમણે ગયા મહિને આ કાર્ડની જાહેરાત કરી હતી. આ કાર્ડ શ્રીમંત એટલે કે કરોડપતિ ઇમિગ્રન્‍ટ્‍સ માટે છે. મતલબ કે, જે લોકો અમેરિકન નાગરિકતા મેળવવા માંગે છે તેમણે આ કાર્ડ ખરીદવું પડશે. આ કાર્ડની કિંમત લગભગ ૪૩ કરોડ રૂપિયા છે.

‘ટ્રમ્‍પ્‍સ ગોલ્‍ડ કાર્ડ' એ ગ્રીન કાર્ડનું પ્રીમિયમ વર્ઝન છે. તે ઇમિગ્રન્‍ટ્‍સને ઼૫ મિલિયનમાં વેચવામાં આવશે. હકીકતમાં, ગયા મહિને એક્‍ઝિકયુટિવ ઓર્ડર પર હસ્‍તાક્ષર કરતી વખતે, ટ્રમ્‍પે કહ્યું હતું કે અમે ગોલ્‍ડ કાર્ડ વેચવા જઈ રહ્યા છીએ. અમે તે કાર્ડનું મૂલ્‍ય લગભગ ઼૫ મિલિયન આંકવા જઈ રહ્યા છીએ. આનાથી તમને ગ્રીન કાર્ડના વિશેષાધિકારો પણ મળશે.

તેમણે કહ્યું હતું કે આ કાર્ડ નાગરિકતા મેળવવાનો સરળ માર્ગ બનશે અને શ્રીમંત લોકો આ કાર્ડ ખરીદીને આપણા દેશમાં રહી શકશે. તેઓ ધનવાન અને સફળ થશે. ટ્રમ્‍પે કહ્યું કે તેઓ અહીં ઘણા બધા કર ચૂકવશે અને ઘણા લોકોને રોજગારી આપશે.

ટ્રમ્‍પનું ‘ગોલ્‍ડ કાર્ડ' અમેરિકન નાગરિકતા મેળવવાની એક નવી રીત છે, જે ખાસ કરીને ધનિક લોકો માટે બનાવવામાં આવી છે. આ અંતર્ગત, કોઈપણ વ્‍યક્‍તિ ૫ મિલિયન ડોલર (લગભગ ૪૩ કરોડ રૂપિયા) ચૂકવીને તે મેળવી શકે છે. આ કાર્ડ માત્ર અમેરિકામાં કાયમી નિવાસની મંજૂરી આપે છે, પરંતુ નાગરિકતા મેળવવાની પ્રક્રિયાને પણ સરળ બનાવે છે. આ યોજના જૂના EB-5 વિઝા પ્રોગ્રામનું ટેકઓવર હોઈ શકે છે, જેમાં ઼૧ મિલિયન (અથવા કેટલાક કિસ્‍સાઓમાં $૮૦૦,૦૦૦) ના રોકાણ અને ૧૦ નોકરીઓનું સર્જન જરૂરી હતું.(૪૦.૮)

 

(10:15 AM IST)