News of Friday, 4th April 2025
દરેક હિન્દુ પરિવાર બે કરતા વધુ બાળકો પેદા કરે...
રામ નવમી પર VHPનો હિન્દુઓને સંદેશઃ દેશભરમાં ૫૦ હજારથી વધુ શોભાયાત્રાઓનું આયોજન

નવી દિલ્હી, તા.૪: વિશ્વ હિન્દુ પરિષદે રામ નવમીની તૈયારીઓ તેજ કરી દીધી છે. ૬ એપ્રિલે રામ નવમી પર, VHP દેશભરમાં ૫૦ હજારથી વધુ શોભાયાત્રાઓનું આયોજન કરશે. રામ જન્મોત્સવ પર દેશભરમાં હજુ પણ કાર્યક્રમો ચાલી રહયા છે. અયોધ્યામાં, VHP ના આંતરરાષ્ટ્રીય મહાસચિવ મિલિંદ પરાંડેએ કહયું કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદઘાટન પછી આ બીજી રામ નવમી છે. આવી સ્થિતિમાં, મોટી સંખ્યામાં ભક્તો પહેલાથી જ સતત અયોધ્યા પહોંચી રહયા છે. મહાકુંભ દરમિયાન પણ, દરરોજ લગભગ ૩-૪ લાખ ભક્તો અયોધ્યા આવતા હતા. આવી સ્થિતિમાં, VHP એ રામ નવમી માટે ખાસ તૈયારીઓ કરી છે.
મિલિંદ પરાંડેએ વધુમાં જણાવ્યું કે, કુંભને કારણે દેશમાં આધ્યાત્મિકતા પ્રત્યે એક જબરદસ્ત વાતાવરણ સર્જાયું છે. અયોધ્યાના લોકોએ પોતાની મહેનતથી શ્રી રામનું મંદિર ફરીથી બનાવ્યું છે. આ ઉપરાંત, દેશભરના હિન્દુ સમુદાયના લોકોએ શ્રી રામજીના મંદિર નિર્માણ માટે બલિદાન આપ્યું છે. જો આપણે રામજીએ પોતાના જીવનમાં રાખેલા આદર્શોને જીવંત રાખવા માંગતા હોઈએ તો આ દેશમાં હિન્દુ બહુમતી હોવી જોઈએ. દરેક હિન્દુ પરિવારમાં બે કરતાં વધુ બાળકો હોવા જોઈએ. દરેક હિન્દુ હિન્દુ ભાવનાથી ભરેલો હોવો જોઈએ. આ ઉપરાંત, રાજ્ય હોય કે કેન્દ્ર, જે સરકાર હિન્દુ ભાવનાઓનું સન્માન કરે છે અને તેમને મજબૂત બનાવે છે તે સત્તામાં હોવી જોઈએ.
આ કારણે, મહાકુંભ પ્રયાગરાજમાં યોજાયેલી માર્ગદર્શન મંડળની બેઠકમાં, સ્ણ્ભ્ એ પણ હિન્દુઓને ૨ થી વધુ બાળકો પેદા કરવા હાકલ કરી હતી. ૨૪ જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં યોજાયેલી બેઠકમાં, સ્ણ્ભ્ એ કહયું કે હિન્દુ સમાજમાં ઘટતા જન્મદરનું મુખ્ય કારણ વસ્તીમાં અસંતુલન છે. આ સમય દરમિયાન, સંગઠને હિન્દુઓને અપીલ કરી અને કહયું કે હિન્દુ પરિવારોમાં ઓછામાં ઓછા ત્રણ બાળકો હોવા જોઈએ.(૨૩.૩)
(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
