News of Friday, 4th April 2025
બે છોકરી એકબીજા પર મોહી ગઇઃ જેન્ડર ચેન્જ કરાવી પતિ-પત્ની બન્યા, હવે દીકરાનો જન્મ થયો!
જી હાં, બંને મમ્મી-પાપા બની ગયા છે. તેમને એક દીકરો થયો છે. આ ચમત્કાર વિજ્ઞાનથી શકય થયો છે. કેવી રીતે? સેકસ ચેન્જ સ્ટોરી

શાહજહાપુર તા.૪: શાહજહાંપુરમાં સરિતા નામની છોકરી દીકરી તરીકે જન્મી હતી, પણ વિજ્ઞાનના સહારે પુરુષ બની ગઈ. તેણે લિંગ પરિવર્તન કરાવીને શરદ સિંહ બની પોતાની ગર્લફ્રેન્ડ સવિતા સાથે લવ મેરેજ કર્યા. બુધવારે આ શરદ પપ્પા બની ગયો. તેની પત્ની સવિતાએ દીકરાને જન્મ આપ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, શરદ સિંહ કાકોરી એક્શનના બલિદાની ઠાકુર રોશન સિંહના પરિવારમાંથી છે. તેનો જન્મ ઠાકુર રોશન સિંહની -પૌત્રી તરીકે થયો હતો. જ્યારે તેની ઓળખ સરિતા તરીકે હતી, પણ ત્યારે તેના હાવભાવ છોકરા જેવા હતા. તે છોકરા જેવા કપડાં પહેરતા, અને તેવી જ રીતે રહેવાનું પસંદ કરતી હતી.
વર્ષ ૨૦૨૨માં તેણે નક્કી કર્યું કે, હવે લિંગ પરિવર્તન કરાવીને છોકરો બનશે. તેના માટે તેણે લખનૌના હોર્મોન્સ થેરેપી કરાવી. ધીમે ધીમે તેના ચહેરા પર દાઢી આવવા લાગી. અવાજ પણ પુરુષોની માફક ભારે થઈ ગયો. ૨૦૨૩માં મધ્ય પ્રદેશના ઈન્દોરમાં સર્જરી કરાવીને લિંગ પરિવર્તન કરાવ્યું. ૨૭ જૂન ૨૦૨૩ને તત્કાલીન ડીએમ ઉમેશ પ્રતાપ સિંહે તેને લિંગ પરિવર્તનનું પ્રમાણપત્ર પણ આપી દીધું. ત્યારબાદ તેણે શરદ રોશન સિંહનું નામ મેળવ્યું. ૨૩ નવેમ્બર ૨૦૨૩ના રોજ પીલીભીતની રહેવાસી તેની ફ્રેન્ડ સવિતા સાથે તેણે લગ્ન પણ કરી લીધા.
ત્યારબાદ ગત વર્ષે સવિતા પ્રેગ્નન્ટ થઈ. બુધવારે સવારે પ્રસૂતિ પીડા થતાં સવિતાને જૈન હોસ્પિટલમાં દાખલ કરી હતી. સાંજે પાંચ વાગ્યે તેણે દીકરાને જન્મ આપ્યો હતો. શરદે જણાવ્યું કે, જે પરિસ્થિતિમાંથી નીકળી પિતા બનવાનું સુખ મળ્યું છે, જે જીવનની સૌથી મોટી ખુશી છે.
શરદનું ઘર નવાદા દરોવસ્ત ગામમાં છે. તે સરકારી સ્કૂલમાં સહાયક અધ્યાપક છે. બરેલીના સિનિયર ડોક્ટર સુદીપ સરને જણાવ્યું કે, જો કોઈમાં મહિલા તથા પુરુષ બંનેના લક્ષણો હોય તો આવી સર્જરી કરાવી શકાય. તેમાં ઈચ્છાનુસાર, મહિલા સંબંધી અંગ શરીરમાંથી હટાવી દેવામાં આવે છે. હોર્મોન્સ વગેરે આપીને પુરુષોના લક્ષણ વધારી દેવામાં આવે છે. જે સંતાન ઉત્પત્તિ પણ કરી શકે છે.(૩૮.૪)
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
