News of Friday, 4th April 2025
ભારતમાં બનવા જઈ રહ્યું છે પહેલુ ‘‘હિન્દુ ગામ'', ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભૂમિપૂજન કર્યુ
૧ હજાર પરિવારોનું રળિયામણું ગામ બનાવશેઃ ભૂમિ ધામની સમિતિ ફાળવશે અને તેને ખરીદી કે વેચી શકાશે નહીં : બાગેશ્વર ધામ જનસેવા સમિતિ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મપ્રેમીઓને જમીન આપશે

છતરપુર તા.૪: મધ્ય પ્રદેશના છતરપુરમાં આવેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કળષ્ણ શાસ્ત્રીએ બુધવારે હિન્દુ ગ્રામનું ભૂમિપૂજન કર્યું. તેની સાથે જ પહેલી વાર બાગેશ્વર ધામની નજીક હિન્દુ ગામ બનવાની તૈયારી શરુ કરી દીધી છે. બાગેશ્વર ધામમાં હિન્દુસ્તાનનું પ્રથમ હિન્દુ ગામ બે વર્ષમાં બનીને તૈયાર થઈ જશે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ ગ્રામની આધારશિલા રાખી હતી.
આ અવસર પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, હિન્દુ રાષ્ટ્રનું સપનું હિન્દુ ઘરથી જ શરુ થાય છે. પહેલા હિન્દુ ઘર, હિન્દુ ગામ, હિન્દુ જિલ્લો, હિન્દુ રાજ્ય બાદમાં હિન્દુ રાષ્ટ્રની પરિકલ્પના પૂરી થશે. ધામમાં એક હજાર પરિવારોનું આ ગામ તૈયાર કરવામાં આવી રહ્યું છે. બાગેશ્વર ધામ જનસેવા સમિતિ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મપ્રેમીઓને જમીન આપશે.
તેમણે કહ્યું કે, આ જમીનમાં ઘર બનાવશે, અહીં રહેતા લોકો માટે પાયાની સુવિધાઓ પણ મળશે. ખાસ વાત એ છે કે, આ ગામમાં હિન્દુ સિવાયના લોકોને એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે પણ સનાતનમાં આસ્થાન ધરાવતા લોકો આવી શકે છે. અહીં ઘર કોન્ટ્રાક્ટ પર મળશે. પહેલા જ દિવસે બે લોકોએ તો ઘર ખરીદી પણ લીધા અને કાગળની કાર્યવાહી પૂરી કરી.
આવી જ રીતે બાગેશ્વર ધામમાં ૧ હજાર પરિવારોવાળું હિન્દુ ગામ બનશે. ભૂમિ ધામની સમિતિ ફાળવશે અને તેને ખરીદી કે વેચી શકાશે નહીં.
આ અગાઉ ધીરેન્દ્ર કળષ્ણ શાસ્ત્રીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે હિન્દુ રાષ્ટ્ર બનતા પહેલા દરેક ઘર અને ગામડે ગામડે કટ્ટર હિન્દુઓ બનાવવાનું કામ શરુ થશે. અભિયાન આ મહિનાથી શરુ થઈ જશે. આ કામ માટે બાગેશ્વર ધામથી ટીમો રવાના થઈ ગઈ છે.
ધીરેન્દ્ર કળષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતુ કે, જ્યાં વરસાદ થતો નથી, ત્યાં પાક ખરાબ થઈ જાય છે. જ્યાં સનાતનના સંસ્કાર નથી હોતા, ત્યાં પેઢીઓ ખરાબ થાય છે. અમે કટ્ટર હિન્દુઓ બનાનનું કામ કરીશું, તમામ ગ્રામ પંચાયતમાં એક એક પ્રભારી નિયુક્ત કરવામાં આવશે.(૩૮.૩)
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
