<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

કથાવાચકે કહ્યું... એક દિવસ બધાને જવાનું છે... બીજા દિવસે ખુદ જતા રહ્યા!

કથાવાચકની વાત સાચી સાબિત થઈઃ કથામાં કહ્યું-‘‘એક દિવસ બધાને જવાનું છે.''બાદમાં બીજા દિવસે તેમનું જ મોત થઈ ગયું. તેમનું મોત હાર્ટ એટેકથી થયું : ‘‘જિંદગી રંઝ-ઓ-ગમ કા મેલા હૈ. કલ મૈ રહૂં યા ના રહૂં, તુમ રહો યા ના રહો, કથા કા શ્રવણ કર લીજિયે, એક દિવસ રાજા હો યા રંક યા ફકીર સબકો જાના હી હૈ''

રાજગઢ તા.૪: જિંદગીમાં કયારે શું થઈ જાય, એ કોઈ નથી જાણતું. મોત કોઈ પણ સમયે કોઈ પણ રીતે આવી શકે છે. આવો જ એક કિસ્‍સો મધ્‍ય -દેશના રાજગઢમાંથી સામે આવ્‍યો છે. અહીં એક કથાવાચકની વાત સાચી સાબિત થઈ છે. તેમણે કથામાં કહ્યું હતું કે, ‘‘એક દિવસ બધાને જવાનું છે.ૅ બાદમાં બીજા દિવસે તેમનું જ મોત થઈ ગયું. તેમનું મોત હાર્ટ એટેકથી થયું છે.''

જાણકારી અનુસાર, બ્‍યાવરામાં રાધા-કળષ્‍ણ મંદિરમાં શિવ પુરાણ કથા ચાલી રહી છે. કથા ૬ એપ્રિલ સુધી ચાલવાની હતી. તેમાં કથા વાચક હતા ઈન્‍દોરના પંડિત રાકેશ વ્‍યાસ, જે બાવલ્‍યા ખુર્દ ગામના રહેવાસી હતા. પંડિત રાકેશ વ્‍યાસ ભક્‍તોને શિવ મહિમા સંભળાવી રહ્યા હતા.

આયોજક સમિતિએ જણાવ્‍યું કે, મંગળવારે શિવ મહાપુરાણ કથા દરમ્‍યાન કથાવાચકે વિવિધ પ્રસંગો પર કથા સંભળાવી હતી અને અલગ અલગ તથ્‍યો રજૂ કર્યા હતા. કથાવાચકે કહ્યું હતું કે, ‘‘જિંદગી રંઝ-ઓ-ગમ કા મેલા હૈ. કલ મૈ રહૂં યા ના રહૂં, તુમ રહો યા ના રહો, કથા કા શ્રવણ કર લીજિયે, એક દિવસ રાજા હો યા રંક યા ફકીર સબકો જાના હી હૈં.''

આયોજન સમિતિએ જણાવ્‍યું કે, મંગળવારે કથા ખતમ થયા બાદ પંડિત રાકેશ વ્‍યાસ રાતના દોઢથી બે વાગ્‍યા સુધી વાતચીત કરતા રહ્યા. ત્‍યારબાદ સુતા અને સવારે ઉઠ્‍યા જ નહીં. સવારે જ્‍યારે આયોજનકર્તા તેમને ઉઠાવવા માટે પહોંચ્‍યા તો તેઓ જાગ્‍યા નહીં. શરીરમાં કોઈ હલચલ દેખાઈ નહીં, જે બાદ તરત તેમને બ્‍યાવરાની ખાનગી હોસ્‍પિટલમાં લઈ ગયા, જ્‍યાં ડોક્‍ટર્સે તેમને મળત જાહેર કર્યા.

ડોક્‍ટરનું કહેવું છે કે, ઊંઘમાં જ તેમને સાયલન્‍ટ એટેક આવ્‍યો હશે. કથા વાચક પંડિત રાકેશ વ્‍યાસ ઈન્‍દોર નજીકના ગામના રહેવાસી હતા. કથાવાચકના મોતના સમાચાર સાંભળી લોકો પણ ચોંકી ગયા હતા. કોઈને પણ વિશ્વાસ નથી થતો કે પંડિતજી હવે આ દુનિયામાં નથી રહ્યા.(૩૮.૨)

(10:27 AM IST)