<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ધ્રોલના સુમરામાં માતાના ૪ સંતાનો સાથેના આપઘાતનું કારણ અકબંધ

એક સાથે પાંચ મૃતકોની અંતિમવિધીઃ નાનુ એવુ સુમરા ગામ હિબકે ચડયુ : ભરવાડ પરિવારમાં અરેરાટીઃ ૬ મહિનાની પુત્રીને ઘરે રાખીને માતાએ ૪ સંતાનોને કુવામાં ફેંકી દીધા પછી પોતે પણ ઝંપલાવ્‍યુ

ધ્રોલ : તાલુકાનાં સુમરા ગામમાં ભાનુબેન ટોરીયાએ પોતાના ૪ સંતાનો સાથે સામુહીક આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. તસ્‍વીરમાં પાંચેય મૃતકો તથા હોસ્‍પિટલે રાજય મંત્રી રાઘવજીભાઇ પટેલ સહિતના દોડી ગયા હતા. તે તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીર - અહેવાલ : સંજય ડાંગર-હસમુખરાય કંસારા-ધ્રોલ) (પ-૧૦)

(સંજય ડાંગર- હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ તા.૪: જામનગર ધ્રોલ તાલુકાના નાના એવા સુમરા ગામમાં માતાએ ૪ સંતાનો સાથે સામુહીક આપઘાત કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. જો કે મોતનું કારણ અકબંધ છે અને ધ્રોલ પોલીસે વધુ તપાસ હાથધરી છે. આજે સવારે પાંચેય મૃતકોની અંતિમવિધી કરવામાં આવતા આખુ ગામ હિબકે ચડયું હતું.

પ્રાથમિક વિગતો અનુસાર ધ્રોલ તાલુકાના સુમરા ગામે કોઇ અગમ્‍ય કારણોસર માતાએ પોતાના ચાર સંતાનો કૂવામાં ઝંપલાવી આપઘાત કરી લેતાં પાંચ લોકોનાં મોત નીપજ્‍યાં છે. આ ઘટનાએ સમગ્ર ગામમાં અરેરાટી અને શોકનો માહોલ સર્જ્‍યો છે. મળતકોમાં માતા ભાનુબેન જીવાભાઈ ટોરીયા (ઉંમર ૩૨) અને  ચાર સંતાનો - (૨) આયુષ જીવાભાઈ ટોરીયા (ઉંમર ૧૦), (૩) આજુબેન જીવાભાઈ ટોરીયા (ઉંમર ૮), (૪) આનંદીબેન જીવાભાઈ ટોરીયા (ઉંમર ૪) અને (૫) ઋત્‍વિક જીવાભાઈ ટોરીયા,  (ઉ.વ. ૩) સાથે કૂવામાં ઝંપલાવીને જીવ દીધો હતો,આ ઘટના બાદ સ્‍થાનિક લોકોએ તાત્‍કાલિક બચાવ કામગીરી શરૂ કરી, પરંતુ પાંચેયનાં મોત નીપજ્‍યાં હતાં. મળતદેહોને ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડવામાં આવ્‍યા, જ્‍યાં તેમનું પોસ્‍ટમોર્ટમ કરવામાં આવ્‍યું હતું. પરિવારના સભ્‍યોએ એકસાથે આપઘાત કરી લેતાં ગામમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. પોલીસ અને આગેવાનોની ઘટનાની જાણ થતાં જ ધ્રોલ સરકારી હોસ્‍પિટલ ખાતે મોટી સંખ્‍યામાં પોલીસ અને સ્‍થાનિક આગેવાનો દોડ્‍યા, જામનગર ગ્રામ્‍ય ડીવાયએસપી રાજેન્‍દ્ર દેવધા, ધ્રોલ પોલીસ પી.આઈ. એચ.પી. રાઠોડ અને ધ્રોલ મામલતદાર સહિતનો પોલીસ સ્‍ટાફ ધ્રોલ સરકારી હોસ્‍પિટલ પહોંચ્‍યા.

આ ઉપરાંત, કૂષીમંત્રી રાધવજીભાઈ પટેલ, સ્‍થાનિક ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયતના સદસ્‍ય લગધીરસિંહ જાડેજા, નવલભાઈ મુંગરા, રસીકભાઈ ભંડેરી, ધ્રોલ તાલુકા પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા, જયંતીભાઈ કગથરા, રાવતભાઈ શિયાર અને ગોકળભાઈ વરુ, સહિત ભરવાડ સમાજના આગેવાનો ધ્રોલ સરકારી હોસ્‍પિટલ દોડી આવ્‍યા હતા.(૨.૭)

ભાનુબેનનો કાળ ફરતો હતોઃ બાળકોને શાળાએથી તેડીને બપોર નજીક સંતાનો સાથે આ પગલું ભર્યું

ધ્રોલ તાલુકાના સુમરા ગામે ભરવાડ પરિવારની મહીલા ભાનુબેને જીવનનો અંત લાવવા માટે નક્કી કર્યા બાદ બાળકોને સાથે રાખીને આપધાત કરવા માટે બાળકોને શાળાએથી લાવીને ગામની બહાર સ્‍મશાન નજીક પાણી ભરેલા પહેલા ચારેય બાળકોને નાખીને પોતે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધાનું જાણવા મળે છે અને માત્ર ૬ માસની બાળકીને ધરે જીવીત મુકી દીધી હતી.(૨.૭)

ધ્રોલ પોલીસે સામુહિક આપઘાતનું કારણનું નામ આપ્‍યું

‘‘અગમ્‍ય કારણોસર''

સમગ્ર જામનગર જીલ્લામાં અરેરાટી વ્‍યાપી ગયેલ આ બનાવમાં પોલીસ ભારે દોડધામ કરવા છતાં સુમરાના ભરવાડ પરિવારના પાંચ સભ્‍યોએ  કયા કારણોસર આપધાત કર્યો છે તે જાણી શકાયું નથી તેવી એ.ડી.ની પ્રાથમિક વિગતોમાં જાહેર કરવામાં આવ્‍યું છે ત્‍યારે પોલીસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથધરી છે.(૨.૭)

મૃતક ભાનુબેનના સાસુ પ્રજ્ઞાચક્ષુ છે અને સસરા દિવ્‍યાંગ છે

પ થી ૭ વિઘા ખેતીની જમીન તથા ૪૦ થી પ૦ ઘેટા-બકરા છે

(હસમુખરાય કંસારા-સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૪ :.. ધ્રોલ તાલુકાના સુમરા ગામે  ગઇકાલે એક સાથે ભરવાડ પરિવારના ચાર સંતાન અને એક માતાએ કુવામાં ઝંપલાવીને આત્‍મહત્‍યા કર્યો હતાં. બનાવમાં આ સુમરા ગામે રહેતો ભરવાડ પરિવાર પાસે ગુજરાન ચલાવવામાં ખેતીની પ થી ૭ વિઘા જમીન હોવાનું તેમજ ચાલીસથી પચ્‍ચાસ જેટલા ઘેટા-બકરા ચરાવવાનું કામ કરે છે. મૃતક ભાનુબેન ટોરીયાનું માવતર નજીકના ખીજડીયા ગામ ખાતે છે. આ બનાવની જાણ થતા તેના કુટુંબના સભ્‍યો સુમરા ખાતે આવી ગયેલ. મૃતક-ભાનુબે ટોરીયાના કુટુંબમાં વૃધ્‍ધ સાસુમાં છે. જે અંધ  હોવાનું તેમજ વૃધ્‍ધ સસરા, અપંગ હોવાનું જાણવા મળેલ છે.

તાલુકાના આ ખોબા જેવડા ગામમાં ભરવાડ સમાજના ૭૦ જેટલા કુટુંબો રહે છે. તેમાં આ મૃતક ભરવાડ પરિવારની ટોયરા અટક ધરાવતા બે જ કુટુંબો સુમરા ખાતે રહે છે. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ તપાસ ચલાવી રહેલ છે. (પ-૧૧)

 

 

 

 

ધ્રોલ : જે જગ્‍યાએ મહિલાએ કુવામાં ઝંપલાવ્‍યુ તે કુવો નજરે પડે છે. (તસ્‍વીર : સંજય ડાંગર -ધ્રોલ) (પ-૧૧)

(10:59 AM IST)