<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

વિનાશકારી ભૂકંપ બાદ ૬૬ વખત ધરતી ધ્રૂજી, ૩૦૮૫ના મોત, ૪૭૧૫ ઈજાગ્રસ્‍ત

કુદરત મ્‍યાનમારનો નાશ કરશે!

મ્‍યાનમાર તા.૪: મ્‍યાનમારમાં ૨૮ માર્ચે એક પછી એક બે શક્‍તિશાળી ભૂકંપ આવ્‍યા હતા, જેમાં અનેક લોકોના મોત અને ઘણા લોકો ઈજાગ્રસ્‍ત થયા છે. જોકે દેશમાં હજુ પણ નાના-મોટા ભૂકંપ એટલે કે આફ્‌ટર શોક યથાવત્‌ છે. દેશના હવામાન વિભાગના રિપોર્ટ મુજબ ગુરુવાર સવાર સુધીમાં અહીં ૨.૮થી ૭.૫ની તીવ્રતાના ૬૬ ભૂકંપ અનુભવાયા છે. સત્તાવાર આંકડા મુજબ દેશમાં ભૂકંપના કારણે મળત્‍યુઆંક ૩૦૮૫ પર પહોંચી ગયો છે, જ્‍યારે અત્‍યાર સુધીમાં કુલ ૪૭૧૫ લોકો ઈજાગ્રસ્‍ત અને ૩૪૧ લોકો ગુમ છે.

જે દિવસે મ્‍યાનમારમાં ભૂકંપ આવ્‍યો, તે દિવસે થાઈલેન્‍ડની પણ ધરતી ધ્રૂજતા સૌથી વધુ નુકસાન થયું છે. મ્‍યાનમાર અને થાઈલેન્‍ડની રાજધાની બેંગકોકમાં સેંકડો બહુમાળી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઇ હતી. ભૂકંપનો આંચકો એટલો ભારે હતો કે લોકો ગભરાઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મ્‍યાનમાર-થાઈલેન્‍ડમાં જે રીતની તબાહી મચી છે.

હજુ હજારો લોકો કાટમાળ નીચે દટાયા હોવાથી મોતનો આંકડો વધી શકે છે. જોકે,અમુક મીડિયા અહેવાલો મુજબ ભૂકંપને કારણે કાટમાળ નીચે દટાઈ જતાં હજારો લોકોનાં મોત થયા છે. આ સિવાય ભારત, ચીન, બાંગ્‍લાદેશ અને તાઈવાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેથી લોકો ગભરાઈને ખુલ્લા મેદાનમાં દોડી આવ્‍યા હતા. 

(11:06 AM IST)