<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ગુજરાતમાં રાષ્‍ટ્રીય રાજમાર્ગો ઉપર ૫ વર્ષમાં ૨૦,૬૦૭ કરોડની જંગી આવક ટોલ ટેક્‍સની આવકમાં મોખરાના રાજ્‍ય

ઔદ્યોગિક પ્રવળતિ ઉપરાંત પ્રવાસીઓની સતત વધતી સંખ્‍યાથી સરકારને ફાયદો

નવી દિલ્‍હી તા.૪: ગુજરાત દેશનું ઔદ્યોગિક રાજ્‍ય હોવાથી અને છેલ્લા કેટલાક સમયથી રાજ્‍યમાં પ્રવાસન સાથે ધાર્મિક સ્‍થળોમાં પણ પ્રવાસીઓની સંખ્‍યા મોટાપાયે વધતા રાજ્‍યમાં નેશનલ હાઇવે પરના ટોલ ટેક્‍સની આવકમાં જંગી વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્‍યના રાષ્‍ટ્રીય રાજમાર્ગો પરથી કેન્‍દ્ર સરકારને ટોલની કુલ ૨૦,૬૦૭ કરોડ રૂપિયાની જંગી આવક થવા પામી છે. દેશભરમાં ગુજરાત નેશનલ હાઇવે પર થતી ટોલની આવકમાં મોખરાના રાજ્‍યોમાં છે.

રાજ્‍યના નાગરિકો પાસે છેલ્લા કેટલાક વર્ષોમાં વાહનોની વધેલી સંખ્‍યા, ઔદ્યોગિક હેતુથી નાના-મોટા વાહનોની અવરજવર અને ધાર્મિક-પર્યટન સ્‍થળોમાં વધતી પ્રવાસીઓની સંખ્‍યાના કારણે ટોલ ટેક્‍સની આવકમાં સતતવધારો થઈ રહ્યો છે. રાજ્‍યસભામાં કેન્‍દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં અપાયેલી માહિતીમાં જણાવાયું છે કે, વર્ષ ૨૦૨૦-૨૧માં ગુજરાતમાં રાષ્‍ટ્રીય રાજમાર્ગો ઉપર ૨૭૨૦.૮૧ કરોડ, ૨૦૨૧-૨૨માં ૩૬૪૨.૪૦ કરોડ, ૨૦૨૨-૨૩માં ૪૫૧૮.૦૪ કરોડ અને ૨૦૨૪-૨૫માં ફેબ્રુઆરી સુધીમાં ૪૮૭૪.૧૫ કરોડ રૂપિયાની ટોલ ટેક્‍સની આવક થવા પામી હતી. ટોલ ટેક્‍સની આવકમાં દર વર્ષે સતત વધારો નોંધાઈ રહ્યો છે.

ગુજરાત દેશના રાજ્‍યોમાં નેશનલ હાઇવે પરના ટોલ ટેક્‍સની આવકમાં ચોથા સ્‍થાને હોવા છતાં રાજસ્‍થાનમાં ટુરિઝમ સહિતની પ્રવળત્તિ મોટા પાયે હોવાથી ગુજરાતમાં તેના કરતા ઓછી આવક છે.

ગુજરાતમાં રાષ્‍ટ્રીય ધોરી માર્ગોની ૨૦૦૩-૦૪માં લંબાઇ ૨૩૫૬ કિલોમીટરની હતી તે ૨૦૧૪-૧૫માં ૪૧૭૯ કિલોમીટર અને ૨૦૨૩-૨૪માં ૬૭૨૨ કિલોમીટરની થવા પામી છે. જેની ઉપર અનેક સ્‍થળે ટોલ ટેક્‍સના બૂથ છે. જોકે પ્રવાસીઓ દ્વારા અવારનવાર કેટલાક નેશનલ હાઈવે ઉપર રોડની ગુણવત્તા યોગ્‍ય નહીં હોવાની બૂમ પણ ઉઠતી રહે છે.

ગુજરાતમાં ૨૦૨૩-૨૪ના આંકડા મુજબ તમામ -કારના મળીને કુલ ૩.૨૪ કરોડ વાહનો નોંધાયેલા છે. જેમાં ૪૫,૭૪,૨૨૪ જેટલી જીપ અને કાર, ૧,૨૨,૮૪૨ ટેક્‍સી કેબ, ૧૫,૨૮,૮૪૯ ભારે વાહનો, ૪,૧૨,૩૧૦ ટ્રેઈલરનો સમાવેશ  થાય છે

(2:32 PM IST)