News of Friday, 4th April 2025
રાજકોટ લોહાણા મહાજન દ્વારા વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને યોજાયેલ પવિત્ર ભાગવત સપ્તાહમાં ગઇકાલે પાંચમા દિવસે ભાવિકોની ચિક્કાર મેદની વચ્ચે ગોવર્ધન ઉત્સવની ધામધૂમપૂર્વક ભાવભેર ઉજવણી કરવામાં આવી

રાજકોટ લોહાણા મહાજન દ્વારા વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને યોજાયેલ પવિત્ર ભાગવત સપ્તાહમાં ગઇકાલે પાંચમા દિવસે ભાવિકોની ચિક્કાર મેદની વચ્ચે ગોવર્ધન ઉત્સવની ધામધૂમપૂર્વક ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા, પાટીદાર મોભીઓ-અગ્રણીઓ શ્રી નરેશભાઇ પટેલ (ખોડલધામ ટ્રસ્ટ) તથા શ્રી મૌલેશભાઇ ઉકાણી, સરકારના પૂર્વ મંત્રીશ્રીઓ ડો. વલ્લભભાઇ કથીરીયા તથા શ્રી આર.સી. ફળદુ, વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઇ સોમાણી, તાલાલાના ધારાસભ્ય શ્રી ભગવાનભાઇ બારડ, આરસીસી બેન્કનાં સીઇઓ અને કાયદેઆઝમ ડો. પરષોતમભાઇ પીપરીયા, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારુ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, રાજકોટ ઇન્ટીરીયર ડીઝાઇનર એસોસીએશનના હોદ્દેદારો-સભ્યો શ્રી રમેશભાઇ પટલ, શ્રી શંભુભાઇ પરસાણા, શ્રી નારણભાઇ પટેલ સહિતના પાટીદાર અગ્રણીઓ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ, હોદ્દેદાર શ્રી પાર્થભાઇ ગણાત્રા, રાજકોટ બિલ્ડર્સ એસોસીએશનના પ્રમુખશ્રી પરેશભાઇ ગજેરા, આઇ.એમ.એ. રાજકોટના હોદ્દેદારો -અગ્રણી ડોકટર્સ ડો. કાન્ત જોગાણી, ડો. અતુલભાઇ પંડ્યા, ડો. પારસભાઇ શાહ, ડો. ચેતનભાઇ લાલસેતા, ડો. મયંકભાઇ ઠક્કર, અગ્રણીશ્રી સિધ્ધાર્થભાઇ પોબારૃ, શ્રી રાજુભાઇ જુંજા, વિદ્વાન શાસ્ત્રીજી શ્રી હિરેનભાઇ ત્રિવેદી, રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ શ્રી ધવલભાઇ કારીયા, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, હિરેનભાઇ ખખ્ખર, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી વિગેરે, રઘુવંશી અગ્રણીઓ નરેન્દ્રભાઇ નથવાણી તથા શ્રી જેનિલભાઇ નથવાણી સહિતના મહાનુભાવોએ ઇશ્વરના દર્શન કરી પવિત્ર કથાનું રસપાન કર્યુ હતું જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
