<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ભાગવત સપ્‍તાહમાં ગોવર્ધન મહોત્‍સવની ધામધૂમપૂર્વક ભવ્‍ય ઉજવણીઃ પૂ. જીગ્નેશદાદાની દિવ્‍યવાણીએ ભાવિકોને ભીંજવ્‍યા

રાજકોટ લોહાણા મહાજનના સંગાથે હજ્‍જારો ભાવિકો કૃષ્‍ણમય બન્‍યા : ઉત્‍સાહના ઘોડાપુર * અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્‍ઠી કિરીટભાઇ ગણાત્રા, અકિલા પરિવારના સભ્‍યો, ધારાસભ્‍યો જીતુભાઇ સોમાણી અને ભગવાનભાઇ બારડ, રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, વરીષ્‍ઠ ધારાશાષાી યોગેશભાઇ લાખાણી, પાટીદાર મોભીઓ-અગ્રણીઓ મૌલેશભાઇ ઉકાણી તથા નરેશભાઇ પટેલ, પૂર્વ મંત્રીઓ આર.સી.ફળદુ તથા ડો. વલ્લભભાઇ કથીરીયા, આર.સી.સી. બેન્‍કના સી.ઇ.ઓ. અને કાયદેઆઝમ ડો. પરસોતમભાઇ પીપરીયા, વિખ્‍યાત કલાકાર સાંઇરામ દવે, શ્રી વિષ્‍ણુ પ્રસાદ દવે, જાણીતા દાતા ભવાનભાઇ રંગાણી, આર.બી.એ.ના પ્રમુખ પરેશભાઇ ગજેરા, લોહાણા સમાજના બારોટજી શ્રી નિકુલભાઇ, રાજકોટ ચેમ્‍બરના પ્રમુખ વી.પી. વૈષ્‍ણવ, પાર્થભાઇ ગણાત્રા, સોની સમાજના અગ્રણી પ્રભુદાસભાઇ પારેખ, મહેન્‍દ્રભાઇ નથવાણી, આઇ.એમ.એ. રાજકોટના હોદ્દેદારો સહિતના મહાનુભાવોએ હાજર રહી પવિત્ર ભાગવત કથાનો લ્‍હાવો લીધો : શ્રી કૃષ્‍ણ ભકિતનો જબ્‍બર માહોલ સર્જાયો * સમગ્ર ભાગવત સપ્‍તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હૂંફ મળી રહ્યા છે * વિશ્વના લાખો લોકો ફેઇસ બુક ઉપર અકિલા ન્‍યુઝ ડોટ કોમ તથા રાધે રાધે યુ-ટયુબ ચેનલ ઉપર પણ પવિત્ર કથાનું રસપાન કરી રહ્યા છે * લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્‍ટી મંડળ-ટીમ દ્વારા કાબિલેદાદ આયોજન

રાજકોટ લોહાણા મહાજન આયોજીત વિશ્વ પ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્‍યાસાસને રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે પવિત્ર ૧૦૮ શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહનું ભવ્‍ય-જાજરમાન આયોજન કરવામાં આવ્‍યું છે. ગઇકાલે પવિત્ર કથાના પાંચમા દિવસે અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા, વિશ્વ લોહાણા મહાપરીષદના પૂર્વ પ્રમુખ અને ગુજરાત હાઇકોર્ટના નામાંકિત-સિનિયર ધારાશાષાી શ્રી યોગેશભાઇ લાખાણી, અકિલા પરિવારના ધન્‍વીબેન નિમિષભાઇ ગણાત્રા, પાટીદાર મોભીઓ અગ્રણીઓશ્રી મૌલેશભાઇ ઉકાણી, (બાન લેબ્‍સ) અને શ્રી નરેશભાઇ પટેલ (ખોડલધામ ટ્રસ્‍ટ), સોની સમાજના અગ્રણી શ્રી પ્રભુદાસભાઇ પારેખ (શિલ્‍પા જવેલર્સ) રાજકોટ બિલ્‍ડર્સ એસોસીએશનના પ્રમુખશ્રી પરેશભાઇ ગજેરા, શ્રીમતિ સોનલબેન મૌલેશભાઇ ઉકાણી, તાલાલાના ધારાસભ્‍ય શ્રી ભગવાનભાઇ બારડ, રાજકોટના પોલીસ કમિશનર શ્રી બ્રિજેશકુમાર ઝા, વેરાવળના રઘુવંશી અગ્રણી શ્રી ભાષ્‍કરભાઇ ચોટાઇ, રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો. શ્રીમતિ નિશિતાબેન ચોટાઇ, કલાકાર-સ્‍પીકર શ્રી સાંઇરામ દવે, શ્રી વિષ્‍ણુપ્રસાદ દવે સહિતના મહાનુભાવો હાજર રહયા હતા અને પવિત્ર કથાનું રસપાન કર્યુ હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે. લોહાણા મહાજનના મંત્રી શ્રીમતિ રીટાબેન કોટકે, શ્રીમતિ સોનલબેન ઉકાણીનું સ્‍વાગત કર્યુ હતું જે દ્રશ્‍યમાન થાય છે. પૂ. જીગ્નેશદાદાએ પવિત્ર ૧૦૮ પોથીજીના મંડપની મુલાકાત લઇ પૂણ્‍યનું ભાથું બાંધ્‍યું હતું તથા પોતાની આગવી શૈલીમાં હજ્‍જારો ભાવિકોને પવિત્ર ભાગવત કથાનું રસપાન કરાવ્‍યું હતું. જે તસ્‍વીરમાં નજરે પડે છે. આરસીસી બેન્‍કના ડીરેકટર શ્રી જેનીલભાઇ નથવાણી સહિતના પરિવારજનો-ભાવિકોએ ગોવર્ધન ઉત્‍સવને ધામધુમપૂર્વક માણ્‍યો હતો જે નજરે પડે છે.

 રાજકોટ તા. ૪ :..  વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા સુપ્રસિધ્‍ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્‍યાસાસને રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે પવિત્ર ૧૦૮ શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહનું ભવ્‍ય જાજરમાન આયોજન તા. પ એપ્રિલ, ર૦રપ સુધી કરવામાં આવ્‍યું છે, જેમાં ગઇકાલે પાંચમાં દિવસે હજજારો ભાવિકો કૃષ્‍ણભકિતમાં લીન બનીને રીતસર કૃષ્‍ણમય બની ગયા હતાં.

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલ પવિત્ર શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહમાં ગઇકાલે પાંચમાં દિવસે ગોવર્ધન મહોત્‍સવની ધામધૂમપૂર્વક ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી. ઉત્‍સાહના ઘોડાપુર જોવા મળ્‍યા હતાં. પૂ. જીગ્નેદાદાની દિવ્‍યવાણીએ હાજર રહેલ હજજારો ભાવિકોને રીતસર ઇશ્વરભકિતમાં ભીંજવી દીધા હતાં.

સમગ્ર ભાગવત સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રીશ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ -સહકાર-હૂંફ મળી રહ્યા છે.

વિશ્વના લાખો લોકો ફેઇસ બુક ઉપર અકિલા ન્‍યુઝ ડોન કોમ તથા રાધે રાધે યુ-ટયુબ ચેનલ, મોક્ષ ટીવી ચેનલ ઉપર ઘર બેઠા પવિત્ર કથાનું રસપાન કરી રહ્યા છે.

પવિત્ર ભાગવત સપ્તાહના પાંચમાં દિવસે ગઇકાલે અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલા પરિવારના સભ્‍યો શ્રીમતિ કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, ધન્‍વીબેન નિમિષભાઇ ગણાત્રા, અકિલા પરિવારના મોટા બહેન શ્રીમતિ મીનાબેન ચગ, અકિલા પરિવારના અન્‍ય સભ્‍યો શ્રી દિપકભાઇ નાગ્રેચા, શ્રીમતી ધારાબેન નાગ્રેચા, શ્રીમતિ સ્‍મિતાબેન રાયચુરા, શ્રીમતિ નીનાબેન ચગ, શ્રીમતિ હર્ષાબેન ચગ, વાંકાનેરના ધારાસભ્‍યશ્રી જીતુભાઇ સોમાણી, તાલાલાના ધારાસભ્‍ય શ્રી ભગવાનભાઇ બારડ, રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ અને ગુજરાતના નામાંકીત ધારાશાષાી શ્રી યોગેશભાઇ લાખાણી, પાટીદાર સમાજના મોભીઓ-અગ્રણીઓ શ્રી મોૈલેશભાઇ ઉકાણી (બાનલેબ્‍સ) તથા શ્રી નરેશભાઇ પટેલ (ખોડલધામ ટ્રસ્‍ટ) , રાજય તથા કેન્‍દ્રના પૂર્વ મંત્રીશ્રીઓ  આર.સી. ફળદુ તથા ડો. વલ્લભભાઇ કથીરીયા, આરસીસી બેન્‍કના સીઇઓ અને કાયદેઆઝમ ડો. પરસોતમભાઇ પીપરીયા, વિખ્‍યાત કલાકાર શ્રી સાંઇરામ દવે, શ્રી વિષ્‍ણુપ્રસાદ દવે, જાણીતા દાતાશ્રી ભવાનભાઇ રંગાણી, રાજકોટ બિલ્‍ડર્સ એસોસીએશનના પ્રમુખશ્રી પરેશભાઇ ગજેરા, લોહાણા સમાજના બારોટજી શ્રી નિકુલભાઇ, રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્‍ણવ, પાર્થભાઇ ગણાત્રા, સોની સમાજના અગ્રણી શ્રી પ્રભુદાસભાઇ પારેખ (શિલ્‍પા જવેલર્સ) શ્રી મહેન્‍દ્રભાઇ નથવાણી (ગુલાબ સીંગતેલ) રઘુવંશી અગ્રણી છબીલભાઇ પોબારૂ, શ્રી સિધ્‍ધાર્થભાઇ પોબારૂ, શ્રી દિક્ષીતભાઇ પોબારૂ, ઇન્‍ડિયન મેડીકલ એસોસીએશન, રાજકોટના હોદેદારો-અગ્રણી ડોકટર્સ ડો. કાન્‍ત જોગાણી, ડો. ચેતનભાઇ લાલસેતા, ડો. પારસભાઇ શાહ, ડો. અતુલભાઇ પંડયા, ડો. મયંકભાઇ ઠક્કર, ડો. મિલાપભાઇ મશરૂ, પાટીદાર અગ્રણીઓ શ્રી રમેશભાઇ પટેલ, શ્રી શંભુભાઇ પરસાણા, શ્રીનારણભાઇ પટેલ, સામાજીક અગ્રણી શ્રી રાજુભાઇ જુંજા, વેરાવળના રઘુવંશી અગ્રણીશ્રી જયકરભાઇ ચોટાઇ, પૂ. રણછોડદાસજી મહારાજ આશ્રમના ટ્રસ્‍ટી શ્રી નરેન્‍દ્રભાઇ નથવાણી સહિતના  મહાનુભાવો હાજર રહયા હતા અને પવિત્ર ભાગવત કથાનું રસપાન કરીને પૂણ્‍યનું ભાથું બાંધ્‍યું હતું. કથા મંડપમાં રીતસર કૃષ્‍ણભકિતનો અલોૈકીક માહોલ સર્જાયો હતો. હજારો ભાવિકોએ મહાપ્રસાદ લઇને પણ ધન્‍યતા અનુભવી હતી.

 શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહના ભવ્‍ય દિવ્‍ય - અલૌકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન  ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્‍ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્‍ખર, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, ડો. જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્‍ડોચા, ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્‍પાબેન બરછા, શ્રીમતિ અલ્‍કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ ભાવિનીબેન ખખ્‍ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, લોહાણા મહાજન વાડી એડમિનિસ્‍ટ્રેટર શ્રી હિતેનભાઇ પારેખ-દક્ષિણી, ડો. ભાવનાબેન શીંગાળા, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી, મૌલિકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચૌહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કકકડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા, પિયુષભાઇ અભાણી, સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

 

આવતીકાલે ભાગવત સપ્‍તાહનો અંતિમ  દિવસ :  કથાનો સમય સવારે ૯ વાગ્‍યાનો રહેશે

પૂર્ણાહૂતિ સમય બપોરે ૧ર કલાકે  રહેશેઃ ત્‍યારબાદ બધાં જ વૈષ્‍ણવો-ભાવિકો અને સનાતનીઓને પવિત્ર પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવશે

 

(4:14 PM IST)