<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

અમેરિકાની સરકારે એક જ દિવસમાં 1 હજાર ગોલ્ડ કાર્ડ વેચી દીધા,આ કાર્ડ દ્વારા અમેરિકાનું લક્ષ્ય દુનિયાભરમાંથી અમીર લોકોને અમેરિકા લાવવાનું

સત્તામાં આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રવાસન નીતિઓમાં સતત ફેરફારો : અમેરિકાની કાયમી નાગરિકતા ઈચ્છે છે તેઓ માટે ડોનાલ્ડ ટમ્પે ગોલ્ડ કાર્ડ દુનિયા સામે રજૂ કર્યું છે

નવી દિલ્હી તા.૪  :  સત્તામાં આવ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રવાસન નીતિઓમાં સતત ફેરફારો કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા તેમણે ગોલ્ડ કાર્ડની જાહેરાત કરી હતી. આ કાર્ડ એ અમીર પ્રવાસીઓ માટે છે. જેઓ અમેરિકાની કાયમી નાગરિકતા ઈચ્છે છે. ડોનાલ્ડ ટમ્પે આ ગોલ્ડ કાર્ડ દુનિયા સામે રજૂ કર્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું ગોલ્ડ કાર્ડ

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું ગોલ્ડ કાર્ડ દુનિયા સમક્ષ જાહેર કર્યું છે. જેમાં સોનેરી રંગના કાર્ડ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર છે. જો કે આ કાર્ડ ખરીદવું અઘરું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની યોજના મુજબ જે લોકો અમેરિકન નાગરિકતા ઇચ્છે છે તેઓ 5 મિલિયન ડોલર એટલે કે 43 કરોડ 55 લાખ રૂપિયા ખર્ચ કરીને આ યોજનાનો લાભ મેળવી શકે છે.

લેટેસ્ટ અને ટ્રેન્ડિંગ સમાચાર

1 હજાર ગોલ્ડ કાર્ડ સેલ આઉટ !

જો કે અમેરિકી કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકે દાવો કર્યો છે કે અમેરિકાની સરકારે એક જ દિવસમાં 1 હજાર ગોલ્ડ કાર્ડ વેચી દીધા છે. આ કાર્ડ દ્વારા અમેરિકાનું લક્ષ્ય દુનિયાભરમાંથી અમીર લોકોને અમેરિકા લાવવાનું છે. જેઓ અમેરિકા આવીને દેશમાં નોકરીની તકો વધારે.

(4:27 PM IST)