<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th April 2025

ચાંદીમાં બે દિ'માં ૫૦૦૦ રૂ..નો કડાકો

આજે વધુ ૧પ૦૦ રૂ.. તૂટયા : સોનામાં વધુ ૬૦૦ રૂ.. સાથે બે દિ'માં ૧૦૦૦ રૂ..નો ઘટાડો : ટ્રમ્‍પની ટેરીફ નીતીના કારણે સોના-ચાંદીના ભાવોમાં સતત ઘટાડો ચાંદીના ભાવ ઘટીને ૯૪,પ૦૦ રૂ.. અને સોનું ૧૦ ગ્રામના ભાવ ઘટીને ૯ર,૬૦૦ રૂ.. થયા

રાજકોટ, તા., ૪ : અમેરીકાના રાષ્‍ટ્રપતિ ટ્રમ્‍પે ભારત ઉપર ર૬ ટકા ટેરીફ ઝીંકી દેતાની સાથે જ ઓલ ટાઇમ હાઇ સપાટીએ પહોંચેલ સોના અને ચાંદીના ભાવોમાં ઘટાડો થઇ રહયો છે. ચાંદીમાં આજે વધુ ૧પ૦૦ રૂ..ના ઘટાડો થતા બે દિ'માં ચાંદીમાં પ૦૦૦ રૂ.. અને સોનામાં વધુ ૬૦૦ રૂ..ના ઘટાડા સાથે બે દિ'માં સોનામાં ૧૦૦૦ રૂ..નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં આજે વધુ ૧પ૦૦ રૂ.. તૂટયા હતા. ચાંદી ચોરસા (૧ કિલો)ના ભાવ ૯૬૦૦૦ રૂ.. હતા તે ઘટીને ૯૪પ૦૦ રૂ.. થયા છે. ગઇકાલે ૩પ૦૦ રૂ.. ઘટયા બાદ આજે વધુ ૧પ૦૦ રૂ.. ઘટતા ચાંદીમાં બે દિ'માં પ૦૦૦ રૂ.. નિકળી ગયા છે. ચાંદીના ભાવે ૧,૦ર,૫૦૦ ની ઓલ ટાઇમ હાઇ સપાટી બનાવ્‍યા બાદ ભાવ ઘટીને ૯૯,પ૦૦ થયા હતા. બે દિ'માં પ૦૦૦ રૂ..નું ગાબડુ પડતા ચાંદીના ભાવ ૯૪,પ૦૦ રૂ.. થઇ ગયા છે.

ચાંદીની સાથે સોનાના ભાવો પણ તૂટી રહયા છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજરમાં સોનામાં આજે ૬૦૦ રૂ.. ઘટયા હતા. સોનાના ભાવ ૯૩,૨૦૦ રૂ.. હતા  તે ઘટીને આજે ૯ર,૬૦૦ રૂ.. થઇ ગયા છે. બે દિ'માં સોનામાં ૧૦૦૦ રૂ..નો ઘટાડો થયો છે. બે દિ' પુર્વે સોનાના ભાવ ૯૩,૬૦૦ હતા તે ઘટીને આજે ૯ર,૬૦૦ રૂ.. થઇ ગયા છે. સોનાના બિસ્‍કીટના ભાવ ઘટીને ૯,ર૬,૦૦૦ રૂ.. થયા છે.

આગામી દિવસોમાં હજુ પણ સોના-ચાંદીના ભાવો ઘટશે તેમ ઝવેરી બજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

(5:00 PM IST)