તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Friday, 4th April 2025
અમેરિકામાં ભારતીય મૂળના એક કેથોલિક પાદરીની પેરિશ રેક્ટરીમાં ગોળી મારીને હત્યા
ઓક્લાહોમાના એક વ્યક્તિની પાદરીની હત્યાના શંકામાં અટકાયત :આ પાદરી 2011 થી સેનેકામાં સેન્ટ્સ પીટર અને પોલ કેથોલિક ચર્ચમાં પાદરી હતા.

અમેરિકામાં ભારતીય મૂળના એક કેથોલિક પાદરીની તેમના પેરિશ રેક્ટરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ કેન્સાસના સેનેકા સિટીમાં થયો હતો. ઓક્લાહોમાના એક વ્યક્તિની પાદરીની હત્યાના શંકામાં અટકાયત કરવામાં આવી છે. આ પાદરી 2011 થી સેનેકામાં સેન્ટ્સ પીટર અને પોલ કેથોલિક ચર્ચમાં પાદરી હતા
શેરિફના ડેપ્યુટીઓ અને સેનેકા પોલીસે પાદરીની હત્યાના સંબંધમાં ઓક્લાહોમાના તુલસાના ગેરી હર્મેશની ધરપકડ કરી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 66 વર્ષીય હર્મેશને ફર્સ્ટ-ડિગ્રી મર્ડરના શંકાના આધારે નેમાહા કાઉન્ટી જેલમાં રાખવામાં આવ્યો છે. જોકે, અધિકારીઓએ ગોળીબાર પાછળનો હેતુ શું હતો તે જણાવ્યું નથી. પૂજારી અને ધરપકડ કરાયેલા આરોપી એકબીજાને ઓળખતા હતા કે નહીં તે અંગે પણ કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
નેમાહા કાઉન્ટી શેરિફ ઓફિસે જણાવ્યું હતું કે આ ઘટના ગુરુવારે બપોરે બની હતી. સેનેકામાં સેન્ટ પીટર અને પોલ કેથોલિક ચર્ચના રેક્ટરીની બહાર 57 વર્ષીય પાદરી અરુલ કારસાલા ગોળીથી ઘાયલ હાલતમાં મળી આવ્યા હતા. ચર્ચ સત્તાવાળાઓએ તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી પાદરીને હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. કેન્સાસ સિટીના આર્કડિયોસીસના આર્કબિશપ જોસેફ નૌમાને ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “આજે સવારે ગોળી મારીને હત્યા કરાયેલા ફાધર અરુલ કારાસાલાના દુ:ખદ મૃત્યુના સમાચાર શેર કરતાં મને ખૂબ જ દુઃખ થાય છે.
પેરિશના ધાર્મિક શિક્ષણ નિર્દેશક ક્રિસ એન્ડરસને કહ્યું: "અમને માહિતી મળી હતી કે એક વૃદ્ધ વ્યક્તિ ફાધર કારાસાલા પાસે આવ્યો હતો. તેણે પાદરીને ત્રણ ગોળી મારી હતી. જોકે, તેની પાસે આ વિશે વધુ કોઈ માહિતી નથી.
(11:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
