તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
અમેરિકન શેરબજારમાં ભયાનક ઉથલપાથલ: ડાઉ જોન્સમાં ૨૨૩૧ પોઈન્ટનો જબરો કડાકો, કોરોનાકાળની યાદ કરાવતી કાળમુખી સ્થિતિ: ડોનાલ્ડ ટ્રમ્પ ના પગલાઓની વરવી અસર વર્તાવા લાગી: અમેરિકા સહિત વિશ્વભરના શેરબજારોમાં વેચવાલીનો ભયજનક માહોલ

સતત બીજા દિવસે અમેરિકન બજારોમાં મોટો કડાકો નોધાયો. સતત બીજા દિવસે અમેરિકન બજારોમાં મોટો કડાકો નોધાયો હતો. ઉલ્લેખનીય છે કે એસએન્ડપી ૫૦૦, ૬ % ઘટ્યો હતો. તે જ સમયે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ૨૨૩૧ પોઇન્ટ તૂટ્યો. એસએન્ડપી ૫૦૦, ફેબ્રુઆરીના તેના રેકોર્ડથી લગભગ ૧૬% ઘટી ગયો છે. જ્યારે નાસ્ડેક -૯૪૮.૫૮ પોઈન્ટ એટલે કે ૫.૭૩ % ઘટીને ૧૫૬૦૨.૦૩ ઉપર બંધ થયો.
એસએન્ડપી ૫૦૦ અને નાસદેકમાં માર્ચ ૨૦૨૦ પછીનો પાંચ વર્ષમાં આ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સમાં ઓક્ટોબર ૨૦૨૦ પછીનો છેલ્લા સાડા ચાર વર્ષમાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે, કોવિડ-૧૯ મહામારી પછી આ સૌથી મોટો ઘટાડો છે.
યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા ભારે ટેરિફ લાદવાથી અમેરિકામાં મોંઘવારી અને મંદી વધવાનું જોખમ છે. તેના લીધે વૃદ્ધિ ધીમી થઈ શકે છે.
વેપાર યુદ્ધને કારણે માત્ર અમેરિકા જ નહીં, સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા મંદીના ભય હેઠળ છે. ટેરિફથી માલના ભાવ વધશે, જેનાથી ફુગાવો વધશે. આનાથી માંગ ઘટશે, જે મંદીનો માર્ગ મોકળો કરશે.
આ મામલે ટ્રૂથ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે મોટા બિઝનેસ ટેરિફ વિશે ચિંતિત નથી કેમ કે તે જાણે છે કે તે જળવાઈ રહેશે પણ તેમનું ધ્યાન બ્યુટીફૂલ ડીલ પર છે. જે અમારા અર્થતંત્રને પ્રોત્સાહિત કરશે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તેની પ્રક્રિયા હજી ચાલી રહી છે.
(9:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
