<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

મ્યાનમાર અને નેપાળ પછી હવે પાપુઆ ન્યુ ગિનીમાં ૭.૧ના ભૂકંપના જબ્બર આંચકા

 

તાજેતરમાં જ મ્યાનમારમાં આવેલા ૭.૭ અને ૭.૨ની તીવ્રતાના ભૂકંપ બાદ અનેકવાર આફ્ટરશોક આવી ચૂક્યા છે ત્યારે હવે આજે શનિવારે પાપુઆ ન્યુ ગિનીમાં ૭.૧ના ભૂકંપના જબ્બર આંચકા અનુભવાતા ડર ફેલાયો હતો. 

 

યુએસ સુનામી ચેતવણી કેન્દ્રે સુનામીની ચેતવણી જારી કરી છે. 

 

ગઈકાલે શુક્રવારે સાંજે પશ્ચિમ નેપાળમાં ત્રણ મિનિટના અંતરે ૫.૨ અને ૫.૫ ના બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.

(9:44 AM IST)