News of Saturday, 5th April 2025
હાર્ટના હજારો દર્દીઓની સર્જરી કરનારા ડોક્ટરનું હાર્ટ એટેકથી મોત
આ જિંદગીનો કોઈ ભરોસો નથી

જયપુર તા.૫: રાજસ્થાનમાં ચિકિત્સા જગતમાં એક મોટી ખોટ પડી છે. એક અનુભવી અને સમર્પિત કાર્ડિયોલોજિસ્ટનું નિધન થઈ ગયું. જયપુરના રહેવાસી અને જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજ અજમેરના કાર્ડિયોલોજી વિભાગના પૂર્વ વિભાગાધ્યક્ષ ડો. મહલાનું નિધન થઈ ગયું. તેઓ હાર્ટ સ્પેશ્યાલિસ્ટ હતા અને પોતાની સારવારથી હજારો દર્દીના જીવ બચાવી ચૂકયા હતા. પણ દુર્ભાગ્યવશ, એ જ બીમારી તેમના મોતનું કારણ બન્યું.
અસંખ્ય લોકોની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરનારા ડો. મહલા ચૂપચાપ આ દુનિયાને અલવિદા કહીને નીકળી ગયા. સીકર હોલ જયપુરના રહેવાસી ડો. મહલા જવાહરલાલ નહેરુ મેડિકલ કોલેજના કાર્ડિયોલોજી વિભાગના વિભાગાધ્યક્ષ હતા. રોજ હોસ્પિટલમાં હાર્ટના દર્દીની ખુદ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરતા હતા. તેમની સારવારથી હજારો દર્દીઓને નવજીવન મળ્યા હતા.
ચિકિત્સા વિજ્ઞાનમાં હૃદયને ઝીણવટપૂર્વક ભણ્યા, શીખ્યા અને તેનો ઉપયોગ સારવાર માટે કરનારા આ ડો. મહલા માટે આ જ રોગ જીવલેણ બન્યો. અચાનક હાર્ટ એટેક આવતા તેમની તબિયત ખરાબ થઈ. શુક્રવારે હાર્ટમાં દુખાવો થતાં તપાસ કરાવી હતી. ખુદ પોતાનો રિપોર્ટ જોઈ સાથીઓની મદદથી જયપુરમાં પોતાના મિત્ર કાર્ડિયોલોજિસ્ટ પાસે પહોંચી ગયા. ઓપરેશન માટે મિત્ર કાર્ડિયોલોજિસ્ટે દિલ્હીની ગુરુગ્રામમાં આવેલી મેદાંતા હોસ્પિટલમાં ઓપરેશન કરાવવાની સલાહ આપી.
તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. તેમને એઓર્ટિક ડાયસેક્શન થતાં સર્જરી કરવામાં આવી. પણ બીજી વાર કોલેપ્સ થતાં રિઓપન કરવામાં આવ્યું હતું.
સોમવારે તેમણે આંખ ખોલી પણ પછી કોલેપ્સ થઈ ગઈ. વેન્ટિલેટર પર રહેતા વખતે મંગળવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. મેડિકલ કોલેજના પ્રાધ્યાપક ડો. અનિલ સામરીયાએ જણાવ્યું કે તેમના નિધનથી કોલેજ તથા હોસ્પિટલને મોટી ક્ષતિ થઈ છે.(૩૮.૪)
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
