તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
કૂતરા અને બકરીની લડાઈમાં આખા ગામના લોકો મારામારી પર ઉતર્યા
કૂતરો બકરીને કરડ્યો હતો. આના જવાબમાં, બકરીના માલિક ગુસ્સે થઈ ગયા અને કૂતરાને માર માર્યો : જેનો કુતરો હતો તે અને બકરીના માલીક પક્ષ વચ્ચે બોલાચાલી થઈ અને તે ઝપાઝપી અને પથ્થરમારા સુધી પહોંચી

રોહતાસ તા.૫: બિહારના મારાજોહિયાન ગામમાં એક નાની ઘટનાએ મોટો અને ખતરનાક વળાંક લીધો હતો. આ વિવાદ એક પાલતુ કૂતરા અને બકરી વચ્ચેના ઝઘડાથી શરૂ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, કૂતરો બકરીને કરડ્યો હતો. આના જવાબમાં, બકરીના માલિક ગુસ્સે થઈ ગયા અને કૂતરાને માર માર્યો હતો. અહીંથી જ મામલો વધુ બગડ્યો હતો. જણાવી દઈએ કે, જેનો કુતરો હતો તે અને બકરીના માલીક પક્ષ વચ્ચે બોલાચાલી થઈ અને તે ઝપાઝપી અને પથ્થરમારા સુધી પહોંચી ગઈ હતી.
પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે, બંને પક્ષના લોકો ઘાયલ થયા હતા. કોઈનું માથું ફૂટયું હતું તો કોઈને ગંભીર ઈજાઓ થઈ હતી. ગામમાં ધડબડાટી થઈ ગઈ અને વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક વહીવટીતંત્ર હરકતમાં આવ્યું અને એસપી, એસડીએમ, એસડીપીઓ, એસએચઓ સહિત અનેક અધિકારીઓ મોટી પોલીસ ફોર્સ સાથે ગામમાં પહોંચી ગયા હતા.
એસપી રોશન કુમારે માહિતી આપી હતી કે, હાલમાં ગામમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ સાવચેતીના પગલા રૂપે, રામ નવમી સુધી પોલીસ તૈનાત કરવામાં આવી છે જેથી ફરીથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. પોલીસ ગામમાં કેમ્પિંગ કરી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
એસડીપીઓ કુમાર સંજયે જણાવ્યું હતું કે, રામ નવમી પછી ગામના બંને પક્ષો સાથે બેઠક યોજાશે, જેથી કાયમી શાંતિ પુનઃસ્થાપિત કરવાનો માર્ગ શોધી શકાય. અધિકારીઓ માને છે કે, હવે સમય આવી ગયો છે કે, ગામલોકોએ પોતાની આંતરિક હિંસા છોડી દેવી જોઈએ અને પરસ્પર સુમેળ અને સમજણ દ્વારા સમસ્યાઓનું નિરાકરણ લાવવું જોઈએ.
એક સમય હતો, જ્યારે ગામમાં આવી ઘટનાઓ કેટલાક વડીલો અને વડાની પહેલથી પળવારમાં ઉકેલાઈ જતી હતી. પરંતુ હવે પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે, નાના વિવાદોમાં પણ સમગ્ર વહીવટી સ્ટાફને તૈનાત કરવો પડે છે.
આ લડાઈમાં ૨૭ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે, અને પોલીસ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી રહી છે. વહીવટીતંત્ર અને સ્થાનિક સત્તાવાળાઓએ ગ્રામજનોને એકતા બતાવવા, વિકાસ તરફ આગળ વધવા અને ભાવિ પેઢીઓ માટે એક સારું ઉદાહરણ બેસાડવા અપીલ કરી છે. (૩૮.૩)
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
