<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

અનંત અંબાણી હવે દ્વારકાથી માત્ર ૧૧ કિ. મી. દૂર

રિલાયન્‍સ પરિવારનાં અનંત અંબાણીનું પદયાત્રા દરમિયાન રસ્‍તામાં ઠેરઠેર સ્‍વાગત સન્‍માન

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. પ :.. જામનગર ખાવડી-રિલાયન્‍સથી રિલાયન્‍સ પરિવારનાં અનંત અંબાણીએ   દ્વારકા સુધીની પદયાત્રા શરૂ કરી છે. જે હવે  દ્વારકાથી માત્ર ૧૧ કિ. મી. દૂર છે.

ગત રાત્રીના રીલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા જામનગર-રાજકોટ અને દ્વારકાના પ્રિન્‍ટ તેમજ ઈલેકટ્રોનીક આમંત્રીત મીડીયા માટે પદયાત્રાનો કવરેજ કરવા લઈ જવામાં આવ્‍યા હતા.

જામનગર મીડીયાની બસ રાત્રીના ૧ર-૧પ વાગ્‍યે ઓશવાળ સેન્‍ટર રીલાયન્‍સ પેટ્રોલ પંપ પાસેથી ઉપડેલ હતી. તે બસ આજે વહેલી સવારે ૪-૦૦ વાગ્‍યા આસપાસ આજની પદયાત્રા શરૂ થવાની હતી ત્‍યાં પહોંચેલ અને અનંત અંબાણીએ ૪-૦૦ વાગ્‍યા આસપાસ ત્‍યાંથી તેની પદયાત્રા નો આરંભ કરેલ. અને વહેલી સવારે ૬-૩૦ વાગ્‍યા આસપાસ પોતાની પદયાત્રા આજની પુરી કરેલ. હવે ત્‍યાંથી દ્વારકા માત્ર ૧૧ કિ.મી. દુર રહેલ છે. અનંત અંબાણીનો જન્‍મ દિવસ તા.૯-૪-ર૦રપના રોજ છે. પરંતુ સુત્રો માંથી જાણવા મળ્‍યા મુજબ તેમનો તીથી પ્રમાણેનો જન્‍મ દિવસ તારીખ નવ પહેલા આવી જતો હોવાથી ત્‍યારે તે યાત્રા પુર્ણ કરે તેવી સંભાવના છે. અને ફરી તેઓ તા.૯-૪-ર૦રપના રોજ દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવવા આવે તેવી શકયતા છે.

સનાતન તીર્થોનું અનોખું મહત્‍વ છે. અને તેમાંય દ્વારકાની વાત જ અનોખી છે. સેકડો લોકોની તાદાતમાં ફાગણ મહિનામાં અનેક જગ્‍યાએથી લોકો પદયાત્રા કરી દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવે છે. પરંતુ જયારે વિશ્વના અગ્રણી ઉધોગપતિના સંતાન અનંત અંબાણી જેવી વ્‍યકિત જામનગરને પોતાનું નિવાસ સ્‍થાન માનેછે. મોટી ખાવડી ખાતે આવેલ રીલાયન્‍સ ટાઉનશીપ થી દ્વારકા પગપાળા પદયાત્રા કરે છે ત્‍યારે સુખદ આર્શ્‍ચય અને આનંદ થાય છે. એમની સહજતા, નિર્મળતા, આધ્‍યાત્‍મીકતા અને પ્રાણી પ્રત્‍યેનો અનહદ પ્રેમ ને બીરદાવવા માટે તેની યાત્રા દરમ્‍યાન હજારો માણસો રોડ ઉપર આવી તેના ઉત્‍સાહને નવું પ્રેરકબળ પુરુ પાડે છે.

આજે પણ પદયાત્રા શરૂ થઈ તે પહેલાથી જ જયાંથી આજની પદયાત્રા શરૂ થવાની હતી તે પહેલાથી લોકોના ટોળા અનંત અંબાણીને ઉત્‍સાહ વધારવા માટે રોડની બંન્ને સાઈડ ગોઠવાયેલ હતા. અનંત અંબાણીના આગમન સાથે તેનું અભિવાદન કરેલ. અને યાત્રામાં જોડાયેલ હતા. અને આજે જામનગર અને દેવભૂમિ દ્વારકાના રાજપુત સમાજે પણ તેઓનું અભિવાદન કરેલ. તેમજ આજે તેમની પગપાળા યાત્રામાં પત્રકારો પણ જોડાયા હતા.

અનંત અંબાણી કોઈ પ્રવકતા નથી પણ જે બોલે તે હૃદયથી અને નિખાલસ ભાવે બોલે છે. અને તે પગપાળા દરમ્‍યાન નાના માં નાના વ્‍યકિતને પણ આદર આપે છે. પરંતુ ઘણા વ્‍યકિતઓ ઝેડ પ્‍લસ સુરક્ષાને ફોલો ન કરતા હોય તેવા વ્‍યકિતઓ તેમની પાસે જઈ શકતા ન હોવાથી અનંત અંબાણી તેમની પાસે સામેથી જાય છે. અને ધારતરના માણસને એક વિનમ્રતાથી તેઓનું અભિવાદન ઝીલે છે. આમ તેમની યાત્રા પુર્ણ થવાને માત્ર ૧૧ કિ.મી. બાકી રહેલ છે. (તસ્‍વીર : કિંજલ કારસરીયા-જામનગર) (પ-રર)

(11:01 AM IST)