તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
નવો કાયદોઃ રાષ્ટ્રપતિએ ઇમિગ્રેશન અને વિદેશી બિલને મંજૂરી આપી
હવે નકલી પાસપોર્ટ-વિઝા સાથે પકડાશે તો સાત વર્ષ સુધીની જેલ, ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ

નવી દિલ્હી,તા.૫: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે સંસદ દ્વારા તાજેતરમાં પસાર કરાયેલા ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ, ૨૦૨૫ (ભારત ઇમિગ્રેશન બિલ ૨૦૨૫) ને મંજૂરી આપી. રાષ્ટ્રપતિની મંજૂરી પછી, કેન્દ્ર સરકાર દ્વારા બિલને સૂચિત કરવામાં આવ્યું. આ સાથે, આ કાયદો (ભારત ઇમિગ્રેશન નવો કાયદો) લાગુ કરવામાં આવ્યો છે. નવો કાયદો અમલમાં આવ્યા પછી, ભારતમાં પ્રવેશવા, રહેવા અથવા બહાર નીકળવા માટે નકલી પાસપોર્ટ અથવા વિઝાનો ઉપયોગ કરવા અથવા આપવા બદલ બે થી સાત વર્ષની જેલ અને ૧ લાખ થી ૧૦ લાખ રૂપિયાનો દંડ થશે.
નવા કાયદામાં હોટલ, યુનિવર્સિટીઓ, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને નસિર્ંગ હોમ દ્વારા વિદેશીઓ વિશેની માહિતી ફરજિયાત જાહેર કરવાની પણ જોગવાઈ છે જેથી નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય રોકાતા વિદેશીઓ પર નજર રાખી શકાય.
આ બિલમાં મુખ્ય જોગવાઈ એ છે કે જો કોઈ વ્યક્તિ ભારતમાં પ્રવેશવા, દેશમાં રહેવા અથવા દેશની બહાર નીકળવા માટે નકલી પાસપોર્ટ અથવા વિઝાનો ઉપયોગ કરતો પકડાય છે, તો તેને ૭ વર્ષ સુધીની જેલ અને ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. કેન્દ્રીય ગળહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ૧ એપ્રિલ, ૨૦૨૩ થી ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધીમાં, ૯૮.૪૦ લાખ વિદેશીઓ ભારત આવ્યા.
ઇમિગ્રેશન અને વિદેશીઓ બિલ, ૨૦૨૫ ને કાયદામાં મંજૂર કરવાનો અને પસાર કરવાનો ઉદ્દેશ્ય વિદેશીઓ અને ઇમિગ્રેશન સંબંધિત તમામ બાબતોનું વ્યાપક નિયમન કરવાનો છે. હાલમાં આ બાબતો ચાર હાલના કાયદાઓ દ્વારા સંચાલિત થાય છે - ૧. પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) અધિનિયમ ૧૯૨૦, ૨. વિદેશીઓની નોંધણી અધિનિયમ ૧૯૩૯, ૩. વિદેશીઓ અધિનિયમ ૧૯૪૬ અને ૪. ઇમિગ્રેશન (વાહકોની જવાબદારી) અધિનિયમ ૨૦૦૦. બિલમાં આ બધા કાયદાઓને રદ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
