<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

ટ્રમ્‍પ ટેરિફથી વૈશ્વિક મંદીના ભણકારા ગુજરાતના રોકાણકારોના કરોડો ધોવાયા

કોવિડ વખતની સ્‍થિતિનો અનુભવ કરતાં રોકાણકારો છેલ્લાં ત્રણ વર્ષમાં શેર બજારમાં પ્રવેશેલા રોકાણકારોની ૫૦ ટકા મૂડી ધોવાઈ

રાજકોટ તા.પઃ અમેરિકન પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પે ટેદિક બોમ્‍બ વિશ્વ ઉપર શિકયો છે. ત્‍યારે વૈશ્વિક મંદીના ભણકારાની રિસ્‍થતિ સર્જાઈ છે. ગુજરાતના રોકાણકારોની પણ કરોડોની શેર મૂડી ધોવાઈ જવા પામી છે.

ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વિશ્વના ૧૮૦ દેશો ઉપર પારસ્‍પરિક ટેરિફમાં પગલાંની જાહેરાત થતા જ હવે વૈશ્વિક મંદીના ભણકારા વ્‍યાપી રહ્યા છે. દરેક દેશો હવે રક્ષણાત્‍મક રીતે વેપાર કરશે આ સંજોગોમાં વૈશ્વિકાર ઘટી જશે. બીજી તરફ મંદી પર તીવ્ર બનશે તેવા અહેવાલો મળી રહ્યા છે. કોવીડ બાદ શેર બજારમાં પ્રવેશીને થોડો ઘણો નફો કમાયેલા નવા રોકાણકારોની હાલત હાલમાં કફોડી બની જવા પામી છે. સ્‍મોલ કેપ, મીડકેપ સહિતની વિવિધ સ્‍ક્રિપોમાં રોકાણ તેમણે જે ઊંચા ભાવે કર્યું છે. તેની સામે હાલ ૫૦ ટકાથી ૭૦ ટકા જેટલા ભાવ તૂટી ગયા છે. આ સંજોગોમાં થણા રોકાણકારોએ તો શેરબજારની એપ્‍લિકેશન ઉપર ભાવ જોવાનું જ બંધ કરી દીધું છે. જ્‍યારે રોજે રોજ શેર બજારમાં કડાકો જોવા મળી રહ્યો હોવાના કારણે ઘણાની હાલત તો ે ન કહેવાય કે ન સહેવાય તેવી બની જવા પામી છે.

અમેરિકાની તમામ આયાત ઉપર ૧૦ ટકા ટેરિકની જહેરળ કરવામાં આપી છે. જેના પગલે વૈશ્વિક આર્થિક સ્‍થિતિ તંગ બની જવા પામી છે. ભારત સહિતના જે દેશો અમેરિકા સાથેના વેપારમાં પુરાંત અનુભવતા હતા તેમની ઉપર  ભારે આર્થિક ફટકો આવી શકે છે.

એક અગ્રણીએ જણાવ્‍યું હતું કે, શેર બજારમાં આગામી દિવસોમાં કપરા આવી આવી શકે શકે છે. છે. વૈશ્વિક વૈશ્વિક ઘટનાઓની અસર ભારતીય શેર બજાર ઉપર ચોકકશ પડશે. અમેરિકામાં ભારતથી નિકાસ થતી ચીજો ઉપર ૨૬ ટકા ટેરિક નાંખી છે. પણ પ્રસ્‍તવિક રીતે જોતાં ૨૭ ટકા ટેરીફ થાય છે. અમેરિકામાં નિકાસ કરનારી કંપનીઓ પણ હાલ ચિંતિત છે.

શેર દલાલોની ઓફિસો ખાતે પણ હાલમાં રોકાણકારોની અવરજવર ઘટી જવા પામી છે. એટલું જ નહિ પણ આ વિસ્‍તારની ખાલી પીણીની લારીઓ, ચાની ભારીઓ પર તેજીના સમયે લોકોના ટોળાં ખરીદી માટે જોવા મળતાં હતા તેની જગ્‍યાએ હાલમાં પાંખી હાજરી જોવા મળી રહી છે. શેરના સોદાનું પ્રમાણ પણ રોજે રોજ ઘટી રહ્યું હોવાના  કારણે દલાલોની આવક પણ ઘટી રહી છે, જે રોકાણકારોએ ક્ષમતા બહાર રોકાણ કર્યા હતા તેમને ખોટ ખાઈ શેર વેચી દેવાની કરજ પડી રહી છે. કોવિડ વખતની સ્‍થિતિનો અનુભવ હવે રોકાણકારો કરી રહ્યા છે.

(11:31 AM IST)