તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Saturday, 5th April 2025
આ સંસારમાં મૌન રહેવું સૌથી સહેલું છે, પણ ઓછું બોલવું બહુ અઘરું છેઃ પૂ.જીગ્નેશદાદા
શ્રીમદ્દ ભાગવત કથામાં છઠ્ઠા દિવસે રૂક્ષ્મણી વિવાહની ઉજવણી : સપ્તાહનું શ્રવણ કરવા આવનાર તમામ વૈષ્ણવ ભાઇ-બહેનોને પોતાના ઘરે એક છોડનું વાવેતર કરવા માટે આહવાન કર્યુ : પરમાત્માએ આ પર્વતની પૂજા દ્વારા આ સંસારના લોકોને ઉપદેશ આપ્યો છે કે તમારે લોકોએ પણ પ્રક્રુતિનું જતન કરવું પડશેઃ જેટલા ભગવાન ને દુઃખમાં યાદ કરીએ એટલા સુખમાં યાદ નથી કરતા : ભાગવત એ ભગવાનનું આખું શરીર છે, દશમસ્કંધ એ ભગવાનનું હૃદય છે અને હૃદયમાં કોઈ પ્રાણરૂપી કથા હોય તો એ ભગવાનની રાસ પંચાધ્યાય કથા છે : આ સંસારનું સૌથી મોટું ગીત હોય તો ગીતાજી છે, જે ભગવાને ગાયું છે. : અહીયા કશું જ વેસ્ટ નથી જતું અહીંયા કરેલું બધું જ ઇન્વેસ્ટ થઈ રહ્યું છે.

રાજકોટ, તા.૦૫: રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં શ્રીમદ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે ભાગવતાચાર્ય જિગ્નેશદાદાએ શરૂઆત ગોવર્ધન લીલાની દિવ્યકથાના મહિમાનું વર્ણન કર્યું હતુ. તેમજ જણાવ્યું હતુ કે ભગવાને એમ જ આ ગોવર્ધનલીલા નહોતી કરી તેની પાછળ પણ એક ઉદેશ્ય હતો. ઉદેશ્ય એ હતો કે, સંસારના દરેક લોકો પ્રકળતિનું જતન કરે અને તેનું પૂજન કરે કેમ કે પ્રકળતિને તમે બચાવશો તો પ્રકળતિ તમને બચાવશે તેમ જણાવ્યું હતું. સાથે આ સપ્તાહનું શ્રવણ કરવા આવનાર તમામ વૈષ્ણવ ભાઇ બહેનોને પોતાના ઘરે એક છોડનું વાવેતર કરવા માટે આહવાન કર્યું હતુ જેથી જ્યારે જ્યારે તમે આ છોડને નિહાળશો ત્યારે ત્યારે તમને આ શ્રીમદ ભાગવત સપ્તાહ યાદ આવશે અને પ્રભુનું સ્મરણ થશે. આ ઉપરાંત ૫૬ ભોગ જ ભગવાનને શા માટે ધરવામાં આવે છે તેની કથા મધુરશૈલીમાં રજૂ કરતા જણાવ્યું હતું કે, ગોવર્ધનલીલા સાત દિવસ સુધી ચાલી હતી એક દિવસના ૮ પ્રહ૨ હોય તેથી સાત દિવસ સુધી માતા યશોદા તેમને જમાડી શકયા નહોતા એટલે ૭ દિવસના ૮ પ્રહર મુજબ ૫૬ ભોગ હતા. આ ૫૬ ભોગ ધરી સાતેય દિવસનું ભેગુ ભોજન આપ્યું હતું. આમ ભગવાનને ૫૬ ભોગ ધરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત જીભને જીતવાની કથાનું વર્ણન કર્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, આ સંસારમાં મૌન રહેવું તો સૌથી સહેલું છે પણ ઓછું બોલવું એ બહું અઘરું કામ છે. આ સંસારમાં અમુક લોકો તો એવા છે કે જરૂર પુરતુ જ બોલે છે. આ સાથે શ્રીમદ ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે સપ્તાહ પૂર્ણ થયા બાદ રુક્મિણી વિવાહ યોજાયા હતા. જેમાં હજારો વૈષ્ણવ ભાઇ-બહેનો જોડાયા હતા.
ભાગવત કથામાં પૂ. જીગ્નેશદાદાએ જણાવ્યું હતું કે, પરમાત્માએ કેટલી મોટી ક્રાંતિ કરી છે. આ કળષ્ણને કેવલ તમે એક પરમાત્માના સ્વરૂપમાં ન જોવો એને ક્રાંતિકારી પુરુષ તરીકે પણ લઈ શકો છો. એને પોતાના જીવનમાં કેટલી ક્રાંતિઓ કરી. હવે તમે જ વિચારો કે આપણા પરિવારનો કોઈ આઠ નવ વર્ષનો એક છોકરો આપણી વર્ષોથી પેઢીઓથી ચાલી આવતી એક પરંપરા અને એ પરંપરાને બંધ રખાવે એ શું એ નાની વાત છે? નંદબાબાના એ નેહડામાં એ ગોકુળમાં વર્ષોથી પરંપરા હતી કે ઇન્દ્રનો યજ્ઞ કરવો પરંતુ ભગવાને એ ઇન્દ્રનો યજ્ઞબંધ રખાવી અને પરમાત્માએ ગોવર્ધનની પૂજા કરી છે. અહીંયા પરમાત્માએ આ પર્વતની પૂજા દ્વારા આ સંસારના લોકોને ઉપદેશ આપ્યો છે કે તમારે લોકોએ પણ પ્રકળતિનું જતન કરવું પડશે, પ્રકળતિની પૂજા કરવી પડશે. પ્રકળતિને તમે બચાવશો તો પ્રકળતિ તમને બચાવશે. કુંડામાં પણ એક વળક્ષનું ઝાડ એક છોડ તમે રોપશો તો મારી દક્ષિણા મને મળી ગઈ આવું સમજી લઈશ. આટલા બધા લોકો એક તુલસીનો કયારો રોપે પોતાના ઘરે આનાથી બે કામ થશે. એક તો પ્રકળતિની પૂજા પણ થશે અને તમે જ્યારે જ્યારે તુલસીને જોશો એ વળક્ષને જોશો ત્યારે તમને આ કથાની યાદ આવશે. આ કથામાં અમે સંકલ્પ લીધો હતો અને આ વળક્ષ અમે વાવ્યું છે.
પ્રકળતિની પૂજા કરાવી પરમાત્માએ ઠાકોરજીને ભોગ લગાવ્યો. પરમાત્માને ૫૬ ભોગ ધર્યા છે. ભગવાનને ૫૬ જ ભોગ રાખ્યા શા માટે? તો પહેલું કારણ છે ગોવર્ધન લીલા સાત દિવસ સુધી ચાલી અને એમાં એક દિવસના આઠ પ્રહર હોય તો સાત દિવસ સુધી ભગવાનને ભોગ ન ધરી શકયા એટલે માં યશોદાએ સાત દિવસનો એક સાથે ભગવાનને ભોગ ધર્યો ૫૬ ભોગ. બીજો એક અધ્યાત્મ જગતનો ભાવ ૫૬ નો આંકડો એટલે પાંચ અને છ આ બેઉનો સરવાળો કરો ૧૧ આવે. આ એવી વસ્તુઓ ભગવાનને અર્પણ કરો કે જે તમારો ૬ ભોગ થઈ જાય પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય અને ૧૧ મું મન આ ભગવાનને અર્પણ કરો તો તમારો ૫૬ ભોગ ભગવાનને અર્પણ થઈ જાય. આ સંસારમાં આપણી કોઈ ભૂલ કરે દંડને પાત્ર હોય છતાં પણ એને દંડ આપ્યા વગર તમે જો એને માફ કરી દયો તો તમે મોટા સુરવીર છો. ક્ષમા વિરસસ્ય ભૂષણ. કોઈ માણસ કોઈ માણસને દંડ દે એમાં મહાનતા નથી. દંડને પાત્ર હોવા છતાં પણ એને ક્ષમા કરી દેવું એ તમારી મહાનતા છે. વાલા વૈષ્ણવો પરમાત્મા જ્યારે જે જીવાત્માને પોતાની નજીક લાવવા ઈચ્છે ને એને ભગવાન દુઃખ આપે છે, એના ઉપર કઠોર કળપા કરે છે. કારણ જ્યારે સુખ મળે ત્યારે આપણે પરમાત્માથી જુદા થઈએ છીએ. બહુ દૂર જતા જઈએ છીએ અને દુઃખ આવે ત્યારે ભગવાનની નજીક હોઈએ છીએ. જેટલા ભગવાન ને દુઃખમાં યાદ કરીએ એટલા સુખમાં યાદ નથી કરતા.
દાદાએ વરુણ વિજયની કથા વર્ણવતા જણાવ્યું હતુ કે આ કથા જીભને જીતવાની કથા છે. જેણે જીભ જીતી એણે આ સંસારને જીત્યો, એણે જગ જીત્યું. જે માણસને પોતાની જીભ ઉપર કાબુ છે એ બધું જીતી શકે છે. જે માણસને જીભ હોવા છતા પણ ઓછું બોલે છે એ સંસારમાં કશું મેળવી શકે છે. વાણીને કયારેય વેડપશો નહીં. કારણ વગરનું બોલ બોલ ન કરવું જોઈએ. આપણે તો ઘરેથી કઈને નીકળીએ અમે કથા સાંભળવા જાય છે ને અહીયા આપણે આપણી વ્યથા ચાલુ કરીએ. બાજુમાં બેઠા હોય એને વાતો કરાવ્યા કરે ન કથા સાંભળે ન કથા સાંભળવા દે. એક વાત કહું વાલા વૈષ્ણવો આ સંસારમાં મૌન રહેવું એ બહુ સહેલું છે પણ ઓછું બોલવું ને એ બહુ અઘરું છે. જીવનમાં બને ત્યાં સુધી જરૂરિયાત પડે એટલું જ બોલીએ.
દાદાએ જણાવેલું કે, આ સંસારમાં રોયા વગર કયાં કશું મળે છે. બાળકને રોયા વગર રમકડું નથી મળતું તો તમને રોયા વગર ભગવાન કયાંથી મળી જવાના હતા? ભગવાનને મેળવવા હોય તો રોવું પડે. એટલે વૈષ્ણવો કહે છે કે પ્રભુ આ નવધા ભક્તિમાં તો બધી ભક્તિઓ છે પણ હે ઠાકોરજી આપો તો તમારી વિરહ ભક્તિ અમને આપો. ભગવાન તમારી વિરહ ભક્તિ અમને આપો. પરમાત્મા રોયા વગર નહીં પ્રાપ્ત થાય. ગોપીઓ રડે છે ભગવાનને પ્રાર્થના કરે છે અને પછી જ્યારે ભગવાન નથી આવતા ત્યારે ગોપીઓએ પોતાના હૃદયમાં રહેલો પ્રેમ પરમાત્મા માટે પ્રગટ કર્યો અને એ પ્રેમ એટલે એ ગીત ગાયું. એક ગોપીએ ગીત નથી ગાયું ૧૯ ગોપીએ ગીત ગાયું અને એ ૧૯ ગોપીઓએ જે ગીત ગાયું એ ગીતને ભાગવતમાં ગોપી ગીત કહ્યું છે. એક ગોપીએ ભગવાનને પોતાનો મહિમા કીધો કે તમે આવ્યા એટલે મારા વ્રજનો મહિમા વધી ગયો છે. બીજી ગોપી ભગવાનને કહે છે, પ્રભુ તમે કહેશોને તો તમારા ચરણની દાસી થઈને રહીશું. અહિયાં બહુ સુંદર વાત કરી છે કે આ સંસારમાં કળષ્ણ તમારે કોઈને મારવા હોય ને તો તમારે હાથમાં હથિયાર લેવાની જરૂર નથી. તમારી આંખ જ એટલું મોટું હથિયાર છે કે તમારી નજર પડે ને સૌ ઘાયલ થઈ જાય છે. તમારી નજર પડે અને સૌ લોકો ઘાયલ થાય છે. પરમાત્મા પોતાની નજર માત્રથી આંખોનું તેજ ભગવાનનું પડે આયુષ્ય હણી નાખે છે. આ ગોપીઓની વાત અત્યારના પ્રેમ કરનારા વ્યક્તિઓ સાંભળે. બસ આ પંક્તિને સાંભળશો ને તો ખબર પડી જશે કે પ્રેમ શું કહેવાય. સંસારમાં ભગવાને ગીતાજીમાં કહ્યું મમવાનસો જીવલોકે કે જીવભૂત સનાતન.. આ સંસારનો જેટલો જીવાત્મા છે બધો મારો અંશ છે. હું એનો અંશી છું. એટલા માટે પરમાત્મા ગોપીઓ સાથે નથી રમ્યા પરમાત્મા પોતાની જ સાથે રમ્યા છે. અને ભગવાને ગોપીઓની ઈચ્છા સંપન્ન કરી. આ કથા પ્રેમ હોય તો કળષ્ણ પણ હારી જાય એના માટેની કથા છે.
ત્રણ વસ્તુઓને આપણી અંદર રાખવા જેવી છે આપણા મોબાઈલમાં આવેલો મેસેજ જો આપણને ઉપયોગી થાય એમ હોય તો એને સેવ કરી લેવાય. બીજાને ઉપયોગી થાય એમ હોય તો એને ફોરવર્ડ કરી દેવાય અને કોઈનું પણ નુકસાન કરે એમ હોય તો તરત ડીલીટ કરી દેવાય. એને સેવ ફોરવર્ડ અને ડીલીટ આનું જો ભાન પડી જશે ને તો ખોટી અફવાઓ બહુ ઓછી રહે.
સનાતન ધર્મ વિશે દાદાએ કહ્યું હતું કે, સનાતન ધર્મને ઉની આંચ નહીં આવે. આપણે ગામના પાદરે બેસી પાનની દુકાને બેસીને વાતો કરીએ છીએ. સનાતનને આમ થાય છે, સનાતનને તેમ થાય છે પણ સનાતનને સાચવાની જવાબદારી આપણી છે. તમે બીજા ધર્મના લોકો જુઓ એના એના ધર્મના ચિન્હો નથી મુકતા કયારેય એનો સમય થાય તો ગમે તેટલું કામ હોય મૂકીને પણ એનો સમય એમાં સાચવી લે છે. મારી પ્રાર્થના છે આજે વ્યાસપીઠથી કે જો તમે સનાતન ધર્મના આશ્રિત હોવ અને તમારી જાતને હિન્દુ કહેવરાવતા હોવ તો કાલથી એટલું કરજો સવારે ઘરેથી નીકળો એના પહેલા કપાળમાં કા તો કંકુનો ચાંદલો કરજો કા તમે ભસ્મનો ચાંદલો કરજો અને કા ચંદનનો ચાંદલો કરજો. તમને જે ગમે એ ચાંદલો કરીને નીકળજો. જો બધા જ સનાતનીઓ કપાળમાં ચાંદલો કરે તો વિધર્મીઓની તાકાત નથી કે સામુ જોઈ શકે. સનાતનની આપણે જ નથી કઈ કરવું. આપણે જ બેઠા બેઠા વાતો કરવી છે. આટલો મોટો મંડપ નાખ્યો હોય તો ગામમાં પાંચ તો બેઠા જ હોય એવા કે આવા શું ખોટા ખર્ચા કરવાના? તું આવ તો ખબર પડે કેટલો ખર્ચો નથી આ વેસ્ટ નથી આ બધું ઇન્વેસ્ટ છે. અહીયા કશું જ વેસ્ટ નથી જતું અહીંયા કરેલું બધું જ ઇન્વેસ્ટ થઈ રહ્યું છે. આજે વાવ્યું છે કાલ નહી તો પછીના દિવસે આ વર્ષે નહી તો બીજા વર્ષે આ કથા વવાણી છે તો આ પરિવારમાં ઉગશે ઉગશે ને ઉગશે. એમાં સંશય નથી. વાલા ભક્તજનો આ પરમાત્માનું બીજ રોપાયું છે. આ કથાના માધ્યમથી કેટલા વિચારો બદલે છે. આપણા આ કથાઓ આપણને કેટ કેટલી આપણને માહિતીઓ આપી જાય છે. કેટ કેટલું આપણને સંદેશો આપી જાય. કેટ કેટલું સાવધાન કરી જાય છે.
રાધા કહે, પ્રભુ મારી જેમ તમેય રૂપાળા હોત તો..?
પૂ.જીગ્નેશદાદાએ કળષ્ણ અને રાધાને સંવાદને ભાવપૂર્ણ રજુ કર્યો હતો. તેમણે કહ્યું કે, ભાગવતનો દશમસ્કંધ એ ભગવાનનું હૃદય છે અને એ હૃદયની અંદર જો પ્રાણ એવી કોઈ કથા હોય તો રાસ પંચાધ્યાય છે. આ શરીર હોય આખું પણ આમાં હૃદય ન હોય તો શરીરની કોઈ કિંમત નથી પણ સાથે એટલું પણ યાદ રાખવું જરૂરી છે કે શરીરમાં હૃદય હોય પણ હૃદયમાં પ્રાણ ન હોય તો એ શરીરની પણ જરૂર નથી. એમ આ ભાગવત એ ભગવાનનું આખું શરીર છે. દશમસ્કંધ એ ભગવાનનું હૃદય છે અને હૃદયમાં કોઈ પ્રાણરૂપી કથા હોય તો એ ભગવાનની રાસ પંચાધ્યાય કથા છે. અને જે રાસ નહી મહારાસની કથા છે. એક પુરુષ અને એકસ્ત્રીનો રાસ નથી આ આ જીવ અને ઈશ્વરનો મહારાસ છે. કામનાને જગાડવાનો આ રાસ નથી આ કામને મારવા માટેનો મહારાસ છે. કોઈ પ્રાકળત પુરુષે રચાવેલો આ રાસ નથી આ સ્વયં પૂર્ણ પુરુષોત્તમે રચાવેલો મહારાસ છે. આ એ રાસની પૂર્વે માં રાધિકાજી અને ભગવાન કળષ્ણ બહુજણા યમુનાના કિનારે બેઠા હતા. યમુનાના કિનારે જ્યારે બેઠા હતા અને બહુ જણા વાતો કરતા હતા પ્રેમની. એમાં બરાબર રાધાજીએ ભગવાનને પૂછયું, પ્રભુ એક વાત પૂછું? બોલો.. તો કહે છે કે તમે કાળા છો અને હું રૂપાળી છું તો આપણા બેયની જોડ કેટલી મસ્ત લાગે છે ને. આપણે બેની જોડ સારી લાગે છે. રાધાકળષ્ણની જોડ સારી લાગે. ભગવાને કીધું સાચી વાત છે. તમે રૂપાળા અને હું કાળો છતાં પણ આપણી જોડ જામે છે. તો રાધાજીએ બીજું એક વાકય ઉમેર્યું કે તમે રૂપાળા હોત તો આપણ જોડ હજી કેટલી જામત? ભગવાન કહે એ વાત પણ સાચી છે. હું રૂપાળો હોત તો આપણી જોડ હજી જામત પણ હું કાળો છું એમાં ફાયદો રાધા તારે છે. તો રાધાએ જરા મોઢું મચકોડીને કીધું એમાં તમે કાળા છો એમાં મારે શું ફાયદો? ભગવાન કહે છે કે જો તમે રૂપાળા હું કાળો તોય ઘણા લોકો મારી સામુ જોવે છે. જો હું રૂપાળો હોત તો તમારી સામુ જોવત કોણ? તમને કોણ જોવે? આ ત્યારથી ચાલ્યુ આવે છે કે મૂરતિયો જરા કાળો હોય તો હાલે પણ કન્યા સાંવળી ન હાલે. છોકરો જોવા આવ્યો હોય અને કન્યાને પૂછે ઘરના લોકો તને કેમ લાગ્યું અને જરાક આમ ભીનેવાને હોય છોકરો જરાક શ્યામ હોય એટલે કન્યા શું કે? કાળો છે. ત્યાં ઘરમાંથી વડીલો કહે કાળા તો કળષ્ણય હતા. પણ એ કળષ્ણ હતા. કાળો પુરુષ રૂપાળી કન્યા એ રાધાકળષ્ણની જોડ છે. પુરુષ કાળો હોય અને કન્યા રૂપાળી હોય તરત ગામના લોકો હું કે આ રાધાકળષ્ણ જેવી જોડ આવી.(૩૮.૨૩)
ભાગવતનો માંડવો એ મનથી નબળા માણસનું દવાખાનું છે
દાદાએ કહેલું કે, મને એક માણસે પ્રશ્ન કર્યો કે આ ભાગવતની કથા સંગીતમાં શું કામ કરે છે? લોકો સંગીત વગર કરે તો પહેલા એક રૂઢી એવી એક માન્યતા હતી. સંગીત હોય તો પિતળ ન આવે. ભગવાનની કથા સંગીતમાં શું કામ? આના ત્રણ કારણો છે. પહેલું કારણ પરમાત્માની ત્રણ વસ્તુઓ વખણાય છે. ભગવાનનું ગાયન વખણાય છે. ભગવાનનું વાદન વખણાય છે અને ભગવાનનું નળત્ય વખણાય છે. પરમાત્માએ એક ગીત ગાયું છે. કળષ્ણએ એક ગીત ગાયું છે અને એ ગીત બધી ભાષામાં છે. કનૈયાનું ગીત કોઈએ ભગવાને ગાયેલું ગીત કયારે કોઈ સાંભળ્યું છે? ભગવાને એક ગીત ગાયું કુરુક્ષેત્રના મેદાનમાં જે ગીતાજી ગાયા ને એ ભગવાને ગાયું છે. આ સંસારનું સૌથી મોટું ગીત હોય તો ગીતાજી છે. બીજું પરમાત્માની વાંસળી આ સંસારમાં બહુ પ્રચલિત છે. ભગવાનની વેણું પ્રચલિત છે અને કનૈયાએ જેવું નળત્ય કરી એવું નળત્ય તો કોઈ કરી ન શકે. ગોપીઓની સાથે વળંદાવનમાં પણ નાચે અને કાલી નાગની ફણા ઉપર પણ ભગવાન નાચ્યા છે. આ ત્રણ વસ્તુ પરમાત્માની પ્રચલિત છે. જેનું ગાયન પ્રચલિત હોય, જેનું વાદન પ્રચલિત હોય, જેનું નળત્ય પ્રચલિત હોય એની કથા કોઈદી સંગીત વગર થાય ખરી? બહુ સીધી વાત છે અને આ સંગીતથી માણસ સાજો થઈ જાય છે. આ દુનિયામાં હાથ પગ તૂટે તો એના ડોક્ટર છે. આંખ્યું વઈ જાય તો એના ડોક્ટર છે
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
