<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

મનોજ કુમાર પંચતત્‍વમાં વિલીન : રાજકીય સમ્‍માન સાથે અંતિમ સંસ્‍કાર

અમિતાભ બચ્‍ચન, સલીમ ખાન, અનુમલિક, પ્રેમ ચોપરા સહિત ઘણા બોલિવૂડ સેલેબ્‍સે મનોજ કુમારને અંતિમ શ્રદ્ધાંજલિ આપી

મુંબઇ તા.૫: મનોજ કુમાર પંચમહાભૂતમાં વિલીન થયા ગયા છે. તેમના પુત્ર કુણાલ ગોસ્‍વામીએ અંતિમ સંસ્‍કાર કર્યા. તેમને રાજ્‍ય સન્‍માનના પ્રતીક તરીકે ૨૧ તોપોની સલામી પણ આપવામાં આવી હતી. મનોજના અંતિમ સંસ્‍કાર વિલે પાર્લેના પવન હંસ સ્‍મશાનગળહમાં કરવામાં આવ્‍યા. અમિતાભ બચ્‍ચન, સલીમ ખાન, અનુ મલિક, -ેમ ચોપરા સહિત ઘણા બોલિવૂડ સેલેબ્‍સે મનોજ કુમારને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

બોલિવૂડના દિગ્‍ગજ એક્‍ટર મનોજ કુમાર પંચમહાભૂતમાં વિલીન થયા છે. હિન્‍દી સિનેમાના ફેમસ એક્‍ટર મનોજ કુમારનું શુક્રવારે ૮૭ વર્ષની વયે નિધન થયું છે. તેમના પુત્ર કુણાલ ગોસ્‍વામીએ કહ્યું કે, તે છેલ્લા ૨-૩ અઠવાડિયાથી બીમાર હતા. તેમને સારવાર માટે કોકિલાબેન હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા. શુક્રવારે સવારે ૩.૩૦ વાગ્‍યે તેમણે હોસ્‍પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આજે તેમના અંતિમ સંસ્‍કાર પવન હંસ સ્‍મશાનગળહમાં કરવામાં આવ્‍યા હતા. મનોજ કુમારને રાજ્‍ય સન્‍માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી.

આ દરમિયાન પત્‍ની શશી પોતાના પતિ અને લોકપ્રિય એક્‍ટરના પાર્થિવ શરીરને ગળે લગાવીને રડવા લાગી. જ્‍યારે કુણાલ પોતે તેના પિતાની અંતિમ વિદાય વખતે સંપૂર્ણપણે ભાંગી પડ્‍યો હતો. કયારેક તે પોતાના આંસુ લૂછી રહ્યો છે તો કયારેક તે તેની માતાને સાંત્‍વના આપી રહ્યો છે. માતા અને પુત્રના આ અત્‍યંત ભાવનાત્‍મક દૃશ્‍યો જોઈને કોઈનું પણ દિલ રડી પડે. અમિતાભ બચ્‍ચન, અભિષેક બચ્‍ચન, અરબાઝ ખાન-સલિમ ખાન, સુભાષ ઘાઈ, રાજપાલ યાદવ, અનુ મલિક, પ્રેમ ચોપરા સહિત ઘણા બોલિવૂડ સેલેબ્‍સે મનોજ કુમારને અંતિમ વિદાય આપી હતી. વિદાય વખતે બધાની આંખો ભીની હતી.

૧૯૫૭થી કરી હતી કારકિર્દીની શરૂઆત

મનોજ કુમારે ૧૯૫૭માં ફિલ્‍મ ૅફેશનૅ થી પોતાની ફિલ્‍મી કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૬૦માં રિલીઝ થયેલી ફિલ્‍મ ‘‘કાચ કી ચૂડિયા''એ તેમને ઓળખ અપાવી. ૧૯૬૫માં આવેલી ફિલ્‍મ ‘‘શહીદ''એ તેમને દેશભક્‍તિની છબી ધરાવતો એક્‍ટર બનાવ્‍યો. આ ફિલ્‍મમાં તેમણે ભગત સિંહનું પાત્ર ભજવ્‍યું હતું, જે દર્શકોના દિલમાં વસ્‍યું હતું. ‘‘ઉપકાર''(૧૯૬૭), પુરબ ઔર પ?મિઁ (૧૯૭૦), અને રોટી કપડા ઔર મકાન (૧૯૭૪) જેવી ફિલ્‍મોમાં તેમની દેશભક્‍તિ અને સામાજિક મુદ્દાઓ માટે તેઓ ભારત કુમારે તરીકે જાણીતા થયા. ફિલ્‍મ ‘‘ઉપકાર'' ના તેના ગીત મેરે દેશ કી ધરતી એ તેમને રાતોરાત સ્‍ટાર બનાવી દીધા.

મનોજ કુમારે શશી ગોસ્‍વામી સાથે લગ્ન કર્યા. તેમને બે દીકરા છે, કુણાલ ગોસ્‍વામી અને કરણ ગોસ્‍વામી. કુણાલે કેટલીક ફિલ્‍મોમાં પણ એક્‍ટિંગ કરી, પરંતુ તેને વધારે સફળતા મળી નહીં. મનોજ કુમાર એક પ્રાઈવેટ પર્સન હતા. ફિલ્‍મો સિવાય તેમને વધુ ચર્ચામાં રહેવાનું પસંદ નહોતું.

(3:45 PM IST)