<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 5th April 2025

કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણના કાફલાના વાહનને મધ્યપ્રદેશમાં અકસ્માત : ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ

ભોપાલથી દેવાસ જિલ્લાના ખાટેગાંવ સંદલપુર જતા હતા ત્યારે તેમનો કાફલો બેડાખેડી ગામ નજીક પહોંચતા જ કાફલામાં આગળનું પોલીસ વાહન નિયંત્રણ બહાર જતા પલટી ગયું.

ભોપાલ : કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના કાફલામાં સામેલ એક વાહનનો મધ્યપ્રદેશના સિહોર નજીક અકસ્માત થયો. આ અકસ્માત આષ્ટા પોલીસ સ્ટેશન વિસ્તારના બેડાખેડી ગામ પાસે થયો હતો. મળતી માહિતી મુજબ, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ શનિવારે ભોપાલથી દેવાસ જિલ્લાના ખાટેગાંવ સંદલપુર જઈ રહ્યા હતા. તેમનો કાફલો બેડાખેડી ગામ નજીક પહોંચતા જ કાફલામાં આગળનું પોલીસ વાહન નિયંત્રણ બહાર જતા પલટી ગયું. આ ઘટનામાં વાહનમાં મુસાફરી કરી રહેલા ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

ઘાયલ પોલીસકર્મીઓને તાત્કાલિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલ પોલીસકર્મીઓની ઓળખ ASI SP સિમોલિયા, નીરજ શુક્લા અને આકાશ અટલ તરીકે થઈ છે. તે બધાને સિહોરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધાની સારવાર ચાલી રહી છે.

શનિવારે રાયસેનમાં પણ એક માર્ગ અકસ્માત થયો હતો. અહીં ખંડેરા માતા મંદિરના દર્શન માટે પગપાળા જઈ રહેલા શ્રદ્ધાળુઓને એક કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા

(7:14 PM IST)