શેરબજારના મોટા ગજાના ખેલાડી કેતન પારેખની ધરપકડના સમાચાર પર તપાસ એજન્સીનું મૌન: નજીકના સાથીદરે આ સમાચાર ખોટા હોવાનો દાવો કર્યો
ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વિવાદાસ્પદ ચર્ચા, સત્ય શું છે?

મુંબઈ: શેરબજારના જાણીતા ખેલાડી કેતન પારેખની ધરપકડના સમાચારે ફરી એકવાર ચર્ચાનો વંટોળ ઉભો કર્યો છે. એક તરફ સમાચારોમાં દાવો કરવામાં આવ્યો કે સીબીઆઈએ કેતન પારેખને બેંક ઓફ ઈન્ડિયા સાથે રૂ. ૧૩૦ કરોડની નાણાકીય ગેરરીતિના આરોપસર ધરપકડ કરી છે, જેના કારણે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, આ ઘટના અંગે તપાસ એજન્સીઓએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, જેના કારણે આખી ઘટના રહસ્યમય બની રહી છે.
આ દરમિયાન, કેતન પારેખના નજીકના સાથીએ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર દાવો કર્યો છે કે, “કેતન પારેખની ધરપકડના સમાચાર સાચા નથી. તેઓ હાલમાં કોઈપણ કસ્ટડીમાં નથી.” આ નિવેદને સમાચારની સત્યતા પર સવાલો ઉભા કર્યા છે અને લોકોમાં મૂંઝવણ વધારી છે.
એક્સ ટવીટર ઉપર શું ચાલી રહ્યું છે?
@FinanceSoumya કહે છે
: “સીબીઆઈએ કેતન પારેખને રૂ. ૧૩૦ કરોડના નાણાકીય ગોટાળા માટે ધરપકડ કરી, જેના કારણે શેરબજારમાં મોટો ઘટાડો. તપાસ ચાલુ છે.”
@sourabhwadhwa22કહે છે
: “પારેખની ધરપકડથી બજારમાં ઘટાડો. તેમને અગાઉ ૨૦૦૧ના શેરબજાર કૌભાંડ માટે ૧૪ વર્ષનો પ્રતિબંધ હતો.”
બીજી તરફ, કેટલાક યુઝર્સે આ સમાચારને અફવા ગણાવીને તેની સત્યતા પર સવાલ ઉઠાવ્યા છે.
ડિજિટલ પ્લેટફોર્મ્સ પર અલગ-અલગ ભાષાઓમાં ચાલતી ચર્ચાઓએ આ મામલે નવો વળાંક લાવ્યો છે. ગુજરાતી સહિત અન્ય ભાષાઓમાં પણ યુઝર્સ આ ઘટના અંગે પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે. જોકે, તપાસ એજન્સીના મૌનને કારણે સત્ય સામે આવવાનું હજુ બાકી છે. શું આ ધરપકડના સમાચાર સાચા છે, કે પછી આ માત્ર એક અફવા છે? આ પ્રશ્નનો જવાબ આવનારા દિવસોમાં જ મળી શકશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
