<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th April 2025

વકફ સુધારા બિલને સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરાયા બાદ કાયદો બની ગયો :રાષ્ટ્રપતિની મંજૂરી

રાષ્ટ્રપતિ મુર્મુના સુધારા અને મંજૂરી પછી, આ બિલનું નામ હવે યુનિફાઈડ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ (ઉમેદ) થઈ ગયું

નવી દિલ્હી :વકફ સુધારા બિલને સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યા બાદ હવે તે કાયદો બની ગયો છે. તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. લોકસભા અને રાજ્યસભામાં પસાર થયા બાદ વકફ સુધારા બિલને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે, વકફ સુધારો બિલ હવે કાયદો બની ગયો છે, જે સમગ્ર દેશમાં લાગુ થશે.

    સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં વકફ સુધારા બિલની તરફેણમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા હતા. અગાઉ લોકસભામાં તેની તરફેણમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા હતા. બંને ગૃહોમાં વિરોધ પક્ષોએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. વિરોધ પક્ષોના નેતાઓએ તેને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ સરકારને બિલ પાછું ખેંચવાની અપીલ કરી હતી.

  આ બિલ અંગે સરકારનો દાવો છે કે તે વકફ વહીવટમાં પારદર્શિતા, જવાબદારી અને સમાવેશને પ્રોત્સાહન આપશે. ગરીબ મુસ્લિમો જેઓ તેમના અધિકારોથી વંચિત હતા તેઓને તેમનો હક્ક મળશે. દેશમાં મુસ્લિમોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

રાષ્ટ્રપતિ મુર્મુના સુધારા અને મંજૂરી પછી, આ બિલનું નામ હવે યુનિફાઈડ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ (ઉમેદ) થઈ ગયું છે. કાયદો સુનિશ્ચિત કરે છે કે મહિલાઓને વક્ફ મિલકતો પર સમાન વારસાના અધિકારો છે, જે લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા અને મુસ્લિમ મહિલાઓને સશક્ત કરવાના પ્રયાસોનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

વકફ બોર્ડનું માળખું: ઇસ્લામની તમામ ચિંતાઓને બોર્ડમાં રજૂ કરવામાં આવશે. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં 22 સભ્યો હશે, જેમાંથી ચારથી વધુ બિન-મુસ્લિમો નહીં હોય.

વકફ મિલકતો પર નિયંત્રણ: વકફ બોર્ડની દેખરેખ માટે ચેરિટી કમિશનરની નિમણૂક કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, જે મિલકતોનું યોગ્ય રીતે સંચાલન થાય તેની ખાતરી કરશે.

વિધવાઓ, છૂટાછેડા લીધેલી મહિલાઓ અને અનાથ બાળકોના અધિકારોનું રક્ષણ: કોઈપણ વ્યક્તિ તેની મિલકતને વકફ તરીકે જાહેર કરી શકે છે, પરંતુ વિધવાઓ, છૂટાછેડા લીધેલી મહિલાઓ અને અનાથ બાળકોની માલિકીની મિલકતોને વકફ તરીકે જાહેર કરી શકાતી નથી.

વિવાદોના નિરાકરણ માટે ટ્રિબ્યુનલઃ દેશભરમાં વક્ફ સંબંધિત 31,000 થી વધુ કેસ પેન્ડિંગ છે, તેથી વક્ફ ટ્રિબ્યુનલને વધુ સશક્ત બનાવવામાં આવી છે. આ ઉપરાંત અપીલની જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે, જેના દ્વારા અસંતુષ્ટ પક્ષકાર સિવિલ કોર્ટમાં જઈ શકે છે.

રાષ્ટ્રીય સંપત્તિ અને સ્મારકોનું રક્ષણ: ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ હેઠળ આવતી મિલકતોને વકફ જાહેર કરવામાં આવશે નહીં.

સંસદીય બાબતોના મંત્રી રિજિજુએ ગૃહમાં કહ્યું હતું કે, 2006માં દેશમાં 4.9 લાખ વક્ફ પ્રોપર્ટી હતી, જેનાથી માત્ર 163 કરોડ રૂપિયાની આવક થઈ હતી. 2013ના સુધારા પછી પણ આ આવકમાં માત્ર 3 કરોડનો જ વધારો થયો છે. હાલમાં દેશમાં 8.72 લાખ વક્ફ મિલકતો છે પરંતુ તેનું સંચાલન અસરકારક બનાવવાની જરૂર હતી.

(12:23 AM IST)