હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખાનગી શાળાઓમાં ફી વધારાની તાનાશાહી પર સરકારની લાલ આંખઃ એક્શન પ્લાન તૈયાર
દિલ્હીમાં માન્ય ખાનગી શાળાઓ દ્વારા લેવામાં આવતી ફી દિલ્હી શાળા શિક્ષણ અધિનિયમ અને નિયમો, 1973 દ્વારા સંચાલિત થાય છે

નવી દિલ્હીઃ ખાનગી શાળાઓ દ્વારા ભારે ફી વધારાની ફરિયાદો પર દિલ્હી સરકારે કડક કાર્યવાહી કરી છે. શિક્ષણ વિભાગનો દાવો છે આ સમસ્યાના ઉકેલ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તેના ઉકેલ માટે કડક પગલાં લઈ રહ્યું છે. કાયદેસર રીતે માન્યતા પ્રાપ્ત ખાનગી શાળાઓ દ્વારા ગેરકાયદે ફી વધારાની ફરિયાદોની વિભાગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
દિલ્હી સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં ખાનગી બિન-સહાયિત શાળાઓ દ્વારા અનિયમિત અને અતિશય ફી વધારાને રોકવા માટે દેખરેખ વધારી છે અને કડક કાર્યવાહી શરૂ કરી છે. માતાપિતા કે વાલીઓની લાંબા સમયથી ચાલી આવતી ફરિયાદોના જવાબમાં સરકારે આ પગલું ભર્યું છે.
દિલ્હીમાં માન્ય ખાનગી શાળાઓ દ્વારા લેવામાં આવતી ફી દિલ્હી શાળા શિક્ષણ અધિનિયમ અને નિયમો, 1973 દ્વારા સંચાલિત થાય છે. દિલ્હીની અદાલતોએ વિવિધ ચુકાદાઓ દ્વારા શિક્ષણ નિયામકની સત્તાને માન્યતા આપી છે કે માન્યતા પ્રાપ્ત ખાનગી શાળાઓ મનસ્વી અને ગેરકાયદે રીતે ફી વધારો ન કરે.
સરકારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે ઘણી ખાનગી બિન-સહાયિત શાળાઓ છેલ્લા ઘણા વર્ષોથી ભારે અને અનિયમિત રીતે ફી વધારો કરી રહી છે. જે મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે એક મોટો આર્થિક પડકાર બની રહ્યો છે.
શિક્ષણ વિભાગે આ પડતર મુદ્દાની નોંધ લીધી છે. દિલ્હીની રેખા સરકારે સ્પષ્ટતા કરી છે કે કોવિડ પછીના સમયગાળામાં આ સમસ્યા વધુ ગંભીર બની હતી, જ્યારે શાળાઓએ દર વર્ષે તેમની ફીમાં 25% થી 30% વધારો કર્યો હતો. તે સમયે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની સરકાર હતી. છેલ્લા 5-8 વર્ષમાં ઘણી ફરિયાદો મળી હતી જેમાં વાલીઓએ જણાવ્યું હતું કે ફી ન ભરવાને કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ કાર્ડ આપવામાં આવી રહ્યા નથી.
શિક્ષણ વિભાગનું કહેવું છે કે તે આ સમસ્યાના ઉકેલ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને કોઈપણ ખાનગી શાળા જે મનસ્વી રીતે ફી વધારો કરશે તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે વિભાગે કાયદેસર રીતે માન્યતા પ્રાપ્ત ખાનગી શાળાઓ દ્વારા ગેરકાયદે ફી વધારાની ફરિયાદોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય ટીમો શાળાઓમાં ઓચિંતી નિરીક્ષણ કરી રહી છે. શુક્રવારે આવી ફરિયાદ મળ્યા બાદ ટીમે ડીપીએસ દ્વારકાનું નિરીક્ષણ કર્યું.
આ ઉપરાંત બિન-પાલનકારી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં શાળાની માન્યતા રદ કરવી અને મેનેજમેન્ટને સરકારી નિયંત્રણ હેઠળ લેવાનો સમાવેશ થાય છે. આવી શાળાઓના ખાતાઓની પણ ખાસ ઓડિટ ટીમો દ્વારા તપાસ કરવામાં આવશે.
ડિરેક્ટોરેટે એ પણ સુનિશ્ચિત કર્યું છે કે આર્થિક રીતે નબળા વર્ગો અને વંચિત સમૂહ માટે પ્રવેશ પ્રક્રિયા સરળ બને. આ માટે, એક સમર્પિત નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે જે આ શ્રેણીના વિદ્યાર્થીઓને પુસ્તકો અને ગણવેશ પૂરા પાડવામાં આવતી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
